Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રાજપીપળા વીજ કંપનીની લાલીયાવાડીથી કોલેજના ગેટ સામે જ મોટી દુર્ઘટના થતા અટકી

છાસવારે મેન્ટેનન્સ માટે આખો દિવસ વીજ પુરવઠો બંધ રાખવા છતાં જરૂરી અને જોખમી કામ ન થતા રોષ: કોલેજ રોડ પર લટકતા જોખમી વાયરો થકી વારંવાર અકસ્માત થાય છે માટે વધારાના થાંભલા ઉભા થાય તે જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોલેજના ગેટ સામેજ આજે સવારે એક એસટી બસે વીજ કંપનીનો લટકતો વાયર તોડી નાંખતા કલાકો વીજ પુરવઠો બંધ રહ્યો જોકે સાંકડા માર્ગ પર લટકતા વાયરો જોખમી હોવા છતાં વચ્ચે પોલ ઉભા ન કરાતા ક્યારેક આ વાયરો જીવલેણ સાબિત થઈ શકે તેમ છે.આજે એક વાયર એસટી બસથી તૂટી જતા સદનસીબે કોઈને નુકશાન થયું નથી પરંતુ કોલેજના ગેટની આસપાસ લબળતા વાયરો ક્યારેક દુર્ઘટના સર્જે તેવા છે માટે પોલ બચાવવા કે ગમે તે કારણે લટકતા જોવા મળતા વાયરો તાત્કાલિક ઊંચા કરાય એ જરૂરી છે. છાસવારે મેન્ટેનન્સ માટે કલાકો વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે તે દરમિયાન આવી અનેક જગ્યાઓ પર નવા પોલ ઉભા કરી લોકોના માથે મંડરાતું જોખમ વીજ કંપની દૂર કરે તેવી માંગ ઉઠી છે.

(10:28 pm IST)