Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ધો. ૯-૧૧ની વાર્ષિક પરીક્ષા ૭-૧૫ જૂને લેવામાં આવશે

કોરોનામાં હવે શૈક્ષણિક પ્રવૃત્તિ તેજ કરવાની ક્વાયત : ૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૯થી ૨૭ માર્ચ વચ્ચે યોજાશે, વાર્ષિક પરીક્ષામાં ૭૦ ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર

અમદાવાદ, તા. ૨૫ : બોર્ડે ધોરણ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૭થી ૧૫ જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૯થી ૨૭ માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં ૭૦ ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો-૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા અને ધો- અને ૧૧ ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ૯ થી ૧૨ ની પ્રથમ પરીક્ષા તા. ૧૯મી માર્ચથી ૨૭મી માર્ચ, ૨૦૨૧ તેમજ ધોરણ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા તા. ૭મી જૂનથી ૧૫ જૂન, ૨૦૨૧ સુધીમાં લેવાશે.

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય થંભી ગયું હતું. હવે વેક્સિન આવી ગઇ છે ત્યારે ધીમે ધીમે શાળામાં પણ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધો-૯થી ધો-૧૨ ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં ધો- થી ધો-૧૨ ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ બોર્ડ દ્વારા જાહેર કરેલ વાર્ષિક પરીક્ષાના પશ્નપત્રો પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

સાથે ધો- અને ધો-૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ૭૦ ટકા અભ્યાસક્રમ તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો શાળા કક્ષાએ તૈયાર કરવાની સૂચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યિમક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે આપી છે. ઉપરાંત સામાન્ય પરિસ્થિતિમાં આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણમાં પ્રથમ તેમજ બીજી પરીક્ષામાં વિદ્યાર્થીઓના ગુણ ધ્યાને લેવાતા રહ્યા છે. તેના સ્થાને હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં ફક્ત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે આંતરિક મૂલ્યાંકનમાં માત્ર પ્રથમ પરીક્ષાના ગુણ ધ્યાને લેવા તાકીદ કરવામાં આવી છે.

સામાન્ય રીતે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં 'શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડરલ્લ તૈયાર કરીને શાળાઓને મોકલી આપવામાં આવે છે. જેમાં વિવિધ પરીક્ષાઓની વિગતો દર્શાવવામાં આવે છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિને કારણે વર્ષે 'શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડરલ્લ તૈયાર કરી શકાયું નથી. જેથી ધો-૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા તેમજ ધો- અને ૧૧ ની વાર્ષિક પરીક્ષાનું આયોજન શાળા કક્ષાએથી કરવા પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવવામાં આવ્યું છે.

(7:40 pm IST)