Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સુરતના ઉમરા વિસ્તારમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે મેરેજ એનિવર્સરીનાં દિવસે ઘરમાં ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરના ઉમરા વિસ્તારમાં રહેતા એક ખાનગી હોસ્પિટલના એમ્બ્યુલેન્સના ડ્રાઈવરે બુધવારે પોતાના ઘરમાં ફાસો ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું જોકે યુવાનની બુધવારે મેરેજ એનિવર્સરી પણ હતી તેજ દિવસે આ પગલું ભરી લેતા પરિવારમાં શોકની લાગણી ફરી ગઈ છે.

ઉમરા પોલીસ અને નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં રહેતા 25 વર્ષ ભરત પ્રેમજીભાઈ મકવાણા એ બુધવારે રાત્રે પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ફાસો ખાધો હતો.બનાવ અંગે પરિવારજના સભ્યોને જાણ થતા તરફથી નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પીપલોદની એક ખાનગી હોસ્પિટલમા એમ્બ્યુલેન્સના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.બે વર્ષ પહેલા તેના હર્ષા સાથે તેના લગ્ન થયા હતા.આ અંગે ના પરિચિત વ્યક્તિ એ જણાવ્યું હતું કે બુધવારે બંનેના લગ્નની બીજી વર્ષગાંઠ હતી. તેમની પત્ની વર્ષા પણ પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી કોસ્મેટિક્સની દુકાનમાં નોકરી કરે છે બાદ હર્ષા નોકરીથી છૂટીને ભરતને મળવા માટે તેના એમ્બ્યુલેન્સ સ્ટેન્ડ પર ગઈ હતી ત્યારે તે ત્યાં દેખાયો નહીં હતો.

ત્યાં સિક્યુરિટીને પૂછતા તેણે જણાવ્યું હતું કે 6 વાગ્યે ભરત નીકળી ગયો હતો.બીજી બાજુ લગ્નની વર્ષગાંઠ હોવાથી મિત્રો તેમજ સાથે કામ કરતા સ્ટાફના કેટલાક લોકો તેને વિશ કરવા માટે ફોન કરતા હતા પણ તે કોઈનો ફોન ઉપાડતો હતો જેથી શંકા જતા ઘરે જઈને જોતા તેઓ ઘરમાં ફાસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા.આ અંગે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી કરીને તેનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે નવી સિવિલ હોસ્પ્ટિલમાં લઈ જવામાં આવ્યો હતો,બનાવ અંગે ઉમરા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

(5:44 pm IST)
  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST

  • ખેડૂત નેતાએ કહ્યું સરકારને રામચંદ્ર બનાવી ગાદીએ બેસાડી હતી પણ રાવણ જેવો વ્યવહાર કરવા લાગી : અમને ખબર છે રાવણની નાભિ ક્યાં છે : રાકેશ ટિકૈતની 40 લાખ ટ્રેકટર સાથે સંસદ ભવન ઘેરાવાના એલાનને ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ સમર્થન અપાતા કહ્યું મત જ સરકારની નાભિ છે અને ત્યાં જ વાર કરીશું access_time 1:12 am IST