Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં કેમિકલના કારણોસર દાઝી જવાથી યુવાન કર્મચારીનું મોત

વડોદરા: શહેરના નંદેસરી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં કેમિકલના કારણે દાઝી ગયેલા યુવાન કર્મચારીનું મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે નંદેસરી ગામમાં તળાવ પાસે રહેતો ૩૫ વર્ષનો જગદીશ રમેશભાઇ પરમાર નંદેસરી જીઆઇડીસીમાં આવેલી સ્વાતિ ક્લોરાઇડ પ્રા.લી. કંપનીમાં નોકરી કરતો હતો. સાંજના સુમારે નોકરી પૂર્ણ થવાના સમયે તે ક્લોરાઇડ પાઇપ પાસે ગયો ત્યારે અચાનક પાઇપ તૂટી જતા અંદરથી ઉછળેલું કેમિકલ જગદીશના શરીર પર પડતા તેણે બૂમાબૂમ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતાં.

આખા શરીરે સખત રીતે દાઝી ગયેલા જગદીશને છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે જગદીશનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જો કે જગદીશના પરિવારજનોએ આક્ષેપો કરતા પીએમ માટે મૃતદેહને બાજવા સરકારી દવાખાને ખસેડાયો હતો. બીજી બાજુ મૃતક જગદીશના પરિવારજનો રાત્રે કંપની પર ઘસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

(5:43 pm IST)
  • મહાકૌભાંડી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, યુકેની કોર્ટમાં કેસ હાર્યો. ભારતીય એજન્સીઓ માટે મોટી જીત. access_time 4:41 pm IST

  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST

  • ખેડૂત નેતાએ કહ્યું સરકારને રામચંદ્ર બનાવી ગાદીએ બેસાડી હતી પણ રાવણ જેવો વ્યવહાર કરવા લાગી : અમને ખબર છે રાવણની નાભિ ક્યાં છે : રાકેશ ટિકૈતની 40 લાખ ટ્રેકટર સાથે સંસદ ભવન ઘેરાવાના એલાનને ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ સમર્થન અપાતા કહ્યું મત જ સરકારની નાભિ છે અને ત્યાં જ વાર કરીશું access_time 1:12 am IST