Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રિક્ષાચાલકે જ મુસાફરના 1 હજાર રૂપિયા સેરવી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષમાં રહેતા 62 વર્ષીય સુરેખાબેન શર્મા ગઈકાલે બપોરના સુમારે પતિ રાજકમલ સાથે કામ અર્થે બહાર નીકળ્યા હતા. દરમિયાન ત્યાંથી પરત ફરતાં તેઓ ઓટો રીક્ષામાં તાનાજી ની ગલી પાસે આવેલા ભોળાનાથ ના મંદિર પાસે ઉતર્યા હતા અને ભાડા ની ચુકવણી અર્થે પર્સ માંથી રૂપિયા 500ની બે નોટ કાઢી હતી.  

દરમિયાન જે રિક્ષામાં બેસીને આવ્યા હતા. તે જ રિક્ષા ચાલક વૃદ્ધના હાથમાંથી 1 હજાર રૂપિયા ઝુટવીને નાસી છૂટ્યો હતો. જે રિક્ષાનો નંબર જી જે 06 6 એ ડબ્લ્યુ 6341 હતો. રીક્ષા નંબરના આધારે પોલીસે આરોપીના સગડ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

(5:40 pm IST)