Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કોરોના દરમ્યાન ૩૦૦ કરોડના રેમડીસીવર બાંગ્લાદેશથી મંગાવી વેચાણ કરવાના ગુનામાં કાર્યવાહી સ્થગીત કરવા હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ, તા., રપઃ બહુચર્ચીત ૩૦૦ કરોડના રેમડીસીવીર બાંગ્લાદેશથી મંગાવી વેંચાણ કરવા સંદર્ભે નોંધાયેલ ગુન્હાના તમામ પ્રોસીડીંગ્સ સામે હાઇકોર્ટે સ્ટે આપેલ છે.

કોરોના દરમ્યાન વગર પરવાને રેમડીસીવીર ઇન્જેેકશન બાંગ્લાદેશથી ભારતમાં આયાત કરવાના મસમોટા કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગુન્હો દાખલ કરેલ હતો જે અંગે આરોપીએ ફરીયાદ  રદ કરવા અરજી કરતા હાઇકોર્ટે પોલીસ તથા નીચેની અદાલતની તમાામ કાર્યવાહીઓ સ્થગીત કરવા આદેશ કરેલ હતો.

 આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી આશીષ ભગવાનભાઈ બસેટા રહે અમદાવાદનાઓએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સપેકટર રૂર્બ? ફરીયાદ આપેલ જેમાં હકીકત એવી છે કે તાજેતરમાં સુરત ખાતે ગેરકાયદેસર રેમડેસીવીર ઈન્જેકશનના કાળા બજાર થઈ રહેલ હોવાની હકીકત પ્રકાશમાં આવેલ છે જે આધારે સુરત કચેરીના ઔષધ નિરીક્ષકશ્રીએ બોગસ ગ્રાહક ઉભો કરી ખાત્રી કરતા સંદીપ માથુકીયા રેમડેસીવીર ઈન્જેકશનનું કાળાબજાર કરતો હોવાની હકીકત જાણવા મળતા જે ઈન્જેકશન તેના પિતરાઈ ભાઈ યશકુમાર માથુકીયા બોગસ ગ્રાહકને રા. ૩૮,૦૦૦/- માં ઉંચા ભાવે આપેલ જે આધારે તપાસ કરતા તેના ઘરેથી રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો મળી આવતા જપ્ત કરેલ હતો. જપ્ત કરેલ ઈન્જેકશન બાંગ્લાદેશમાં ઉત્પાદીત થયેલ હોવાનુંજણાય આવેલ જેની પુછપરછમાં સંદીપ માથુકીયા અમદાવાદ ખાતે આવલ નિલકંઠ એલીક્ષીર એલએલપી પેઢીમાંથી પાર્થ બાબુલાલ ગોયાણી પાસેથી મેળવતો હોવાથી હકીકત જાણવા મળેલ જેથી ઔષધ નિરીક્ષક દાદરા પેઢીમાં તપાસ્? કુર્તા રેમડેસીવીર ઈન્જેકશન કોમ્બીપે તથા સ્ટેરાઈલ વોટરનો જથ્થો મળી આવતા જપ્ત કરેલ પમા દવાના ખરીદ-વૅચાણની જવાબદારી સંભાળતા પાર્થ ગોયાણીની પુછપરછમાં બાંગ્લાદેશ ખાતે રહેતા શબ્બીર અહેમદ પાસેથી ૨૦૯ ઈન્જેકશનનો ખરીદ કરેલ અમદાવાદમાં ઈન્જેકશનનો ઉચા ભાવે કોરોના પોઝીટીવ દર્દીઓના સગાઓને તથા ડોકટર્સને વગર બીલે વેંચાણ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ આમ નીલકંઠ એલીક્ષીર એલએલપી અમદાવાદના ભાગીદાર (૧) વેશાલીબેન ગોયાણી (૨) દર્શન સરેશભાઈ સોની (૩) પાર્થ ગોયાણી, પેઢીના કમીશન એજન્ટ (૪) સંદીપ માથુકીયા તથા બાંગ્લાદેશના (પ) શબ્બીર અહેમદ દવાના વેચાણ કે સંગ્રહના પરવાના વગર રેમડેસીવીર દવાનું સંગ્રહ કરી બીલે કિંમતના લેબલ ઉપર છેકછાક કરી કિંમત કાઢી નાંખી મુળ કિંમત કરતા વધુ કિંમતે અલગ અલગ દર્દીઓના સંબંધીઓના વગર બીલે વેચાણ કરી કોરોનાથી પીડીત દર્દીઓ સાથે છેતરપીંડી કરી ગેરકાયદેસર રીતે આયાત કરેલ ઈન્જેકશનનું કાળાબજાર કરવાનું ગંભીર ગુનાહીત કાવતરૂ કરી દર્દીઓના જીવને જોખમ ઉભુ કરી સદર ગુનાહીત કૃત્ય કરી આરોપીઓ પર ઈ.પી.કો. કલમ-૪૧૮, ૧૨૦ (બી), ૩૪ તથા ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમ-૧૦ (સી), ૧૩(૧) (બી), ૧૮(એ), ૧૮(બી), ૧૮(સી), ૨૭, ૨૮(એ) તથા સૌંદર્ય -સાધન નિયમન-૧૦૪ (એ) તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ-૩ અને ૭ થી ગુન્હો દાખલ કરેલ હતો.

આરોપીની પોલીસે ધરપકડ કરતા આરોપીને જામીન મુકત કરાવ્યા બાદ પોલીસે ગુન્હો નોંધવામાં કરેલ કાર્યવાહીઓ કાયદેસરની ન હોય આરોપીઓ પૈકીના દર્શન સુરેશભાઈ સોનીએ ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા વિવિધ કાયદાકીય મુદાઓ પર અરજી દાખલ કરેલ હતી જે અરજી સુનાવણી પર આવતા આરોપી દર્શન તરફે એવી રજૂઆતો કરવામાં આવેલ કે, આ કામમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટ મુજબ નધમ્લ્દાર સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ પોલીસને તપાસ કરવાની કોઈ સતા નથી તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ-૧૫ મુજબ કલેકટરની પરવાનગી લીધા પછી ફરીયાદ થઈ શકે તેમજ હાલના અરજદાર દર્શનભાઈ સોની કંપનીમાં કોઈ ડીરેકટર ન હતા તેમજ નીલકંઠ એલીક્ષીર એલએલપીના ભાગીદાર તરીકે જવાબદારી થતી ન હોય. ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટ-૧૯૪૦ મુજબ પોલીસને ડ્ગને લગતા કોઈપણ કેસ અનુસંધાને એફ.આઈ.આર. નોંધવાના કે તેમાં તપાસ કરવાનો કોઈ અધીકારો જ નથી. જે તમામ દલીલો તેમજ સર્વોચ્ચ અદાલતન? ચુકાદાને ઘ્યાને લઈ હાઈકોર્ટે ફરીયાદ શા માટે રદ ન કરવી તેવી નોટીસ ઈસ્યુ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરંભેલ અને તેમાંથી ઉદભવેલ તમામ કાર્યવાહીઓ સ્થગિત કરતો આદેશ ફરમાવતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયેલ છે.

આ કામના અરજદાર દર્શનભાઈ સુરેશભાઈ સોની વતી રાજકોટના  એડવોકેટ રાકેશ દોશી, તુષાર ગોકાણી, ગૌતમ ગાંધી, રીપન ગોકાણી, વૈભવ કુંડલીયા તથા અમદાવાદના પ્રતિક જસાણી રોકાયેલા.

(4:05 pm IST)