Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પેટ્રોલના ભાવ વધતા કારમાં CNG કિટ ફિટ કરાવવા દોડાદોડી

ભાવ વધારો થવાના કારણે પેટ્રોલ હવે લોકોને વધારે મોંઘું પડી રહ્યું છેઃ પોતાનો ખર્ચ ઘટાડવા માટે લોકો CNG કિટ તરફ વધી રહ્યા છે

અમદાવાદ, તા.૨૫: પેટ્રોલના ભાવમાં વધારો થતા હવે પોતાની કાર CNG પર દોડાવવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે. કોરોના મહામારી પછી પોતાની કારને પેટ્રોલ પરથી CNG પર દોડાવવા માગતા લોકોની સંખ્યા વધી ગઈ છે.

પેટ્રોલનો ભાવ લગભગ ૮૮ રુપિયા લીટર પર પહોંચી ગયો છે. આવામાં શહેરમાં પોતાની કારમાં CNG કિટ ફિટ કરાવવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે. CNG કિટનું કામ કરતા લોકો પાસે આવતા ગ્રાહકોની સંખ્યા અચાનક વધી છે અને તેના માટેની ઈન્કવાયરિઓ પણ વધી ગઈ છે. કોરોના પહેલા શહેરમાં લગભગ દિવસના ૩૦ વાહનો આવતા હતા કે જેમાં CNG કિટ ફિટ કરવામાં આવતી હતી. પરંતુ લોકડાઉન લાગ્યા પછીના સમયમાં રોજની ૪૫ જેટલી કાર આવતી થઈ હતી જેમાં CNG કિટ ફિટ કરવામાં આવતી હતી. પરંતુ હવે પેટ્રોલના ભાવમાં વધારો થતા રોજની ૬૦ જેટલી CNG કિટ પેટ્રોલ વાહનમાં ફિટ કરાઈ રહી છે.

આ સિવાય શહેરમાં BS VI (5) વાહનો માટેની રોજની ૧૦૦ જેટલી ઈન્કવાયરિઓ આવે છે. આરટીઓ દ્વારા હજુ સુધી BS VI વાહનમાં CNG કિટ માટે અપ્રુવલ આપવામાં નથી આવી. શહેરમાં CNG ફિટિંગ માટેની એજન્સી ચલાવતા અમિત ઉપાદ્યાય જણાવે છે કે, 'જેમણે ૨૦૨૦માં વાહન ખરીદ્યા છે તેઓ ઈન્કવાયરિ કરી રહ્યા છે. આ લોકોને CNG તરફથી મંજૂરી ન મળી હોવાથી કારના માલિકોને ઈન્સ્યોરન્સ કલેમ કરવામાં તકલીફ ઉભી થઈ રહી છે.'

અમિત વધુમાં જણાવે છે કે, પેટ્રોલના ભાવમાં ઉછાળો થયા પછી ઈન્કવાયરિઓ વધી છે. તેઓ કહે છે કે, 'પહેલા, એક દિવસમાં બે વાહનો આવતા હતા જેને અમે CNG પર કન્વર્ટ કરતા હતા પણ હવે એક સંખ્યા ડબલ થઈ ગઈ છે.'

અન્ય CNG કિટ ફિટિંગનું કામ કરતા કુલદીપ વોરાએ જણાવ્યું કે, 'લોકડાઉન પહેલા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાનું વાહન ઉપયોગમાં લેતા હતા. પરંતુ ઓફિસો ફરી ખુલ્યા પછી અને પેટ્રોલના ભાવમાં વધારો થતા લોકોને પોતાનું વાહન લઈને ટ્રાવેલિંગ કરવું મોંદ્યું પડી રહ્યું છે, માટે પોતાની કારને પેટ્રોલમાંથી CNGમાં કન્વર્ટ કરાવવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે.

શહેરના અન્ય ડિલર મનિષ દવે જણાવે છે કે, દિવસનું ૧૦૦ કિલોમીટર કે તેનાથી વધુ વાહન ચલાવતા લોકો CNG કિટ ફિટિંગ કરાવી રહ્યા છે.

સેટેલાઈટના રહેવાસી સુધિર શાહ કે જેઓ કોરોના મહામારી પહેલા રોજ મહેસાણા કાર લઈને જાય છે. હાલમાં તેમણે BS VI વાહન લીધુ છે કે જે CNG પર ચાલે છે. તેઓ કહે છે કે, 'અગાઉ અમે ચાર મિત્રો અને હું જોડે જતા હતા અને ખર્ચો વહેંચી લેતા હતા. કોરોના પછી બધા પોતાની રીતે અલગ-અલગ ટ્રાવેલ કરે છે, જેના કારણે ખર્ચમાં વધારો થયો છે. CNG કિટ ફિટ કરતી કંપનીએ કહ્યું કે મારી કાર મંજૂરી મળ્યા બાદ જ રજિસ્ટર થઈ શકે છે, પરંતુ મે હાલ રિસ્ક લીધું છે.

ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ મંજુ, જણાવે છે કે, ગ્લ્ સ્ત્ વાહનો માટેના માપદંડ વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા હજુ તૈયાર કરવાના બાકી છે.

અમદાવાદ RTO જણાવે છે કે, આવા વાહનોની નોંધણી એટલા માટે નથી કરાઈ કારણ કે CNGમાં ચલાવાતા BS VI વાહનોમા વિશેષ કેટેલાઈઝર જરુરી છે, જેને માત્ર ફેકટરી ફિટ કરી શકાય છે. કેન્દ્ર સરકારે તેના પર નિર્ણય લેવાનો છે કે શું આવા વાહનોમાં એજન્સીઓ પાસે જઈને CNG કિટ ફિટ કરાવી શકાય.

હિરેન પટેલ કે જેઓ પાણીની બોટલનો ધંધો કરે છે તેઓ જણાવે છે કે, તેમણે ૨૦૧૯માં નાની કાર ખરીદી હતી, તેમણે હાલ તેમાં CNG કિટ ફિટ કરાવી છે. 'પેટ્રોલના ભાવમાં આવેલા ઉછાળાના કારણે મારે રોજનો પેટ્રોલનો ખર્ચો વધીને ૬૦૦ થઈ ગયો હતો, જે હવે ઘ્ફઞ્ કિટના કારણે દ્યટીને રુપિયા ૨૫૦ પર પહોંચી ગયો છે.'

(11:05 am IST)