Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ડેડીયાપાડાના એક ગામમાં વિધવા મહિલાની શારીરિક છેડતીમા અભયમ મહિલા હેલ્પલાઇન ટિમ મદદે આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં ગામમાંથી એક વિધવા બહેન નો ૧૮૧ મહિલા હેલ્પ લાઇન પર કોલ આવેલ કે તેમના ગામના જમાઈ એ તેમની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો.આ વિધવા બહેનની બાજુના ઘરે લગ્ન હતા તેથી તેમના છોકરાઓ લગ્નમાં ગયા ગયા હોવાથી આ બહેન ઘરમાં એકલા હતા,તે સમયે તેમના ગામના જમાઈ દારૂ પીધેલી હાલતમાં પાણી પીવાના બહાને ત્યાં આવ્યા અને ઘરનો દરવાજો બંધ કરી તેમને પકડી જબરજસ્તી કરી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવા જતા વિધવા બેન બૂમો પાડરા આ વ્યક્તિ ગભરાય ને ત્યાંથી ભાગી ગયો હતો ત્યારબાદ વિધવા મહિલા એ મહિલા  હેલ્પ લાઇન ની મદદ લીધી હતી જેમાં અભ્યમ ટીમે સરપંચની હાજરી માં બંને પક્ષ નું કાઉંસેલીંગ કરી સમજાવીને લખાણ લઈ સમાધાન કરવામાં સફળતા મેળવી હતી

(10:28 pm IST)
  • દેશના ફાઈનાન્સ સેક્રેટરી પદ માટે ગુજરાતના આઇએએસ ઓફિસર ફ્રન્ટ રનર દેશના નવા નાણા સચિવના પદ ઉપર ટૂંક સમયમાં ગુજરાત કેડરના સિનિયર આઇએએસ ઓફિસર આવી રહ્નાનું જાણવા મળે છે. સત્તાવાર સમર્થનની રાહ જોવાઇ રહી છે. (ન્યુઝફર્સ્ટ) access_time 11:44 am IST

  • રાજકોટ નજીક આવેલ ગોડલ ખાતેના સુપ્રસિદ્ધ માંડળ કુંડલા ગામે માતાજીના મંદિરમાં મોટી ચોરી થયાનું ભાવેશ ભોજાણી જણાવે છે : તસ્કરોએ માતાજીના આભૂષણો - છત્તર સહિત બધુ જ સાફ કરી નાખ્યાનું બહાર આવ્યુ છે : વિગતો મેળવાઈ રહી છે access_time 10:23 am IST

  • ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનું પ્રત્યાર્પણ થશે કે નહીં : લંડન કોર્ટ આપશે ચુકાદો :લંડનની વેડ્સવર્થ જેલમાં બંધ નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કના 12 હજાર કરોડના કૌભાંડનો આરોપી : લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સમક્ષ જેલથી વિડિઓ કોલિંગ મારફત સુનવણી થશે access_time 12:32 am IST