Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ચૂંટણીમાં આપે અનેક બેઠકો ઉપર ગણિત ખોરવી નાખ્યા

આપનો ઉદય કોંગ્રેસ માટે અસ્તનું કારણ :કોંગ્રેસના કાંગરા ખેરવી નાખ્યા પરંતુ ભાજપના પણ અનેક ગણિતને આપની એન્ટ્રીએ ઊંધા પાડી દીધા છે

ગાંધીનગર,તા.૨૪ : ૨૦૨૧ની મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ગઢ અચૂક રીતે સચવાયેલો રહ્યો છે. પરંતુ લાંબા ગાળે તેમાં ગાબડાં પડે તેવાં સંકેત જરુરથી આમ આદમી પાર્ટીના ગુજરાતમાં થયેલા મજબૂત ઉદયથી મળ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી તે માન્યતા ખોટી પડી છે. સુરતમાં આપને મળેલા આવકારથી કોંગ્રેસનો સફાયો થયો છે. જે ભવિષ્યમાં ભાજપ માટે પણ ખતરાના સંકેત હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની હારજીતમાં આપને મળેલા મતોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હજુ પંચાયતોની ચૂંટણીના પરિણામો બાકી છે તે પછી સમગ્ર રાજ્યની સ્થિતિ સ્પષ્ટ થશે. પરંતુ ભાજપની જેમ જ આપ અલગ વિચારધારા વાળી પાર્ટી તરીકે રાજ્યમાં છેવટે વિપક્ષ તરીકે સ્થાપિત થઈ શકે છે. એ પરિણામે સાબિત કરી દીધું છે. સુરતમાં જે રીતે ૨૭ બેઠક પર આપનું ઝાડુ ફરી વળ્યું તે દિવસભર રાજકીય રીતે સૌથી ચર્ચાસ્પદ બાબત બની રહી હતી. કારણ કે પ્રથમ વખત સ્થાનિક ચૂંટણીમાં મોટાપાયે ઝંપલાવનારી પાર્ટી સુરતમાં વિપક્ષી પાર્ટી બની શકે છે તેવી કલ્પના પણ મુશ્કેલ હતી.

         જોકે સુરતના પાટીદાર વર્ગે કોંગ્રેસના બદલે આપ પર પસંદગી ઉતારી વિકલ્પ મળે તો મતદારો અપનાવવા તૈયાર હોવાનો સંકેત આપ્યો છે. અમદાવાદમાં પણ પાટીદાર બહુમતી ધરાવતા વોર્ડમાં આપના ઉમેદવારોને ઢગલાબંધ વોટ મળ્યા છે. જે ભાજપની વોટબેંકમાં સીધું ગાબડું છે. ડિસેમ્બરમાં જ આપના પ્રદેશ પ્રમુખ બનેલા પૂર્વ પાટીદાર આંદોલનકારી ગોપાલ ઇટાલિયાનો વન મેન શો જેવા દેખાવ રહ્યો છે. સુરતમાં પાટીદાર વર્ગ કોંગ્રેસથી નારાજ હોવાનો લાભ પણ આપને મળ્યો છે. તો અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં આપના ઉમેદવારોને જંગી મત મળ્યા છે. જેના કારણે અનેક બેઠકો પરના ગણિત ખોરવાયા છે. પાટીદાર મતદારો વધુ હોય તે સિવાયના વોર્ડમાં પણ આપને નોંધપાત્ર રીતે મત મળ્યા છે. અમદાવાદની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ઉમેદારોને કેટલાક વોર્ડમાં ખૂબ જ જબ્બર રિસ્પોન્સ મળ્યો છે. જેમાં ગોમતિપુરમાં ૨૭૫૭૨, ઇન્ડિયા કોલોનીમાં ૧૮૨૭૭, ઠક્કરબાપા નગરમાં ૧૭૧૫૫, વટવામાં ૧૪૮૩૦, ઇન્દ્રપુરીમાં ૧૦૭૭૬, વસ્ત્રાલમાં ૧૦૩૨૧, જમાલપુરમાં ૯૬૨૮, સરસપુરમાં ૯૪૦૯, મક્તમપુરમાં ૯૬૧૬, નરોડામાં ૮૪૧૧, રામોલમાં ૯૩૩૮ જેટલા મતો મળ્યા છે.

(9:30 pm IST)
  • પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ભાજપ સરકારની હિટલર સાથે સરખામણી કરી હતી : 2016 ની સાલમાં કરાયેલી આ સરખામણી યોગ્ય જણાઈ નથી : ભારતમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર તરાપ હોવાના કોઈ પુરાવા નથી : નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપતી વખતે યુ.કે.કોર્ટની ટકોર access_time 8:49 pm IST

  • મહાકૌભાંડી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, યુકેની કોર્ટમાં કેસ હાર્યો. ભારતીય એજન્સીઓ માટે મોટી જીત. access_time 4:41 pm IST

  • હવે શિવરાજસિંહ ચૌહાણે પણ આપી ચેતવણી : કહ્યું કોરોના સંકટ ટળ્યું નથી : સુરક્ષાના ઉપાયો અપનાવો નહીંતર લોકોડાઉન જેવા પગલાં લેવા પડશે :મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ ફેલાતું અટકવવા લોકોને સહયોગ આપવા અને સાવધાની રાખવા અપીલ કરી access_time 1:10 am IST