Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાત્રે અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો : સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

નાના ચિલોડા રિંગ રોડ પર પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ : પોલીસની ગાડીઓમાં તોડફોડ: પીઆઈએ લાઠીઓ વીંઝતા ટોળું હિંસક બન્યું

અમદાવાદના નાના ચિલોડા રિંગ રોડ પર પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું છે. જેમાં સ્થાનિકોએ પોલીસકર્મીઓ પર હુમલો કરીને પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી છે. આ ઘટના બાદ 12 ગાડીઓ સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. હાલમાં નાના ચિલોડા રોડ ઉપર ચારસોથી વધુ લોકોનું ટોળું એકઠુ થયું છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા પોલીસકર્મીઓ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓને ઉભી રાખી પૈસા પડાવે છે. જેથી લોકોએ રોષ પ્રગટ કરીને તોડફોડ કરી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.બી.વાઘેલાએ આવીને લોકો પર લાઠી વરસાવી હતી. જેથી લોકોનું ટોળું હિંસક બન્યું હતું.

(11:39 pm IST)