Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ડીસામાં ભાજપમાં ભંગાણ: પાલિકા ભાજપના ચેરમેન સહિત 12 સભ્યોએ રાજીનામા ફગાવ્યા

ભાજપ સહીત પાલિકાના 12 સભ્યોએ રાજીનામાં ફગાવતા ખળભળાટ

અમદાવાદ : ગુજરાતના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે.નગર પાલિકા  ભાજપના ચેરમેન સહિત 12 સભ્યોએ રાજીનામા ફગાવ્યા છે છેલ્લા ઘણાં સમયથી ચાલતો  ગજગ્રાહ સપાટીએ આવ્યો છે

       અત્રે ઉલેલ્ખનીય છે કે બનાસકાંઠાના ડીસામાં હાલ ભાજપ શાસિત નગરપાલિકા છે. ત્યારે નગરપાલિકાના ભાજપના 12 સભ્યોના હોદ્દા પરથી રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

       ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયગાળાથી આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો હતો. જો કે, પાલિકાના પ્રમુખના વિરોધમાં સભ્યોએ મોવડી મંડળને રજૂઆત કરી હતી તેમ છતાં ઉકેલ નહીં આવતા આજરોજ ન.પા. ભાજપના ચેરમેન સહિત 12 સભ્યોએ ધડાધડ રાજીનામા ધરી દીધા હતા.

 

રાજીનામા આપનાર સભ્યોના નામ

01...મકનજુલાબેન કિરણભાઈ રાવલ...સમાજ કલ્યાણ ચેરમેન
02...રમીલાબેન દિનેશભાઇ પ્રજાપતિ...ઇ એસ ટી ચેરમેન
03...મણીબેન નાગજીભાઈ રાણા...સેનિટેશન..કમિટી ચેરમેન
04...ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા...ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન
05...અતુલભાઈ મફતલાલ શાહ....બાંધકામ કમિટી ચેરમેન
06...કંચનબા સુરેન્દ્રસિંહ રાજપુર...ભુરગભ ગટર કમિટી ચેરમેન
07...જબુબેન દિનેશભાઇ રાજપૂત...શિક્ષણ કમિટી ચેરમેન
08...નિલેશભાઈ હિંમતલાલ ઠક્કર...શાસક પક્ષ નેતા
09..પલવીબેન કનુભાઈ જોશી...લીગલ કમિટી ચેરમેન
10..અનિતાબેન વિજયભાઈ વાઘેલા...પાણીપૂરવઠા કમિટી સભ્ય
11...પ્રવીણ ગોરધનજી માળી (પૂર્વ પ્રમુખ) દંડક
12...રમેશભાઈ અમરાજી માજીરાના...પાણીપૂર્વઠા સમિતિ ચેરમેન

(9:33 am IST)