Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પાલનપુર પુર્વ પોલીસ મથકના મદદનીશ ઇન્સ્પેક્ટર ૩૦ હજારની લાંચમાં ઝડપાયો

ગુનાના કામે અટક કરી કોર્ટમાં હાજર કરવા સહિતની કાર્યવાહી માટે લાંચ માંગી

 

પાલનપુર પુર્વ પોલીસ મથકના મદદનીશ ઇન્સ્પેક્ટર ૩૦ હજારની લાંચમાં ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. આરોપીઓને ગુનાના કામે એરેસ્ટ કરી કાર્યવાહી દરમ્યાન મોટી બજાર પોલીસ ચોકી પાસે લાંચની રકમ સ્વિકારતા ઝડપાઇ ગયા છે. મહેસાણા એસીબીએ પોલીસ સ્ટેશનના છજીં રાજુ ચાવલાને ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વિકારતા રંગેહાથે ઝડપી લીધા છે

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર પુર્વ પોલીસ સ્ટેશનના મદદનીશ ઇન્સ્પેક્ટર રાજુ ચાવલા વિરૂધ્ધ એસીબીએ સફળ ટ્રેપ કરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના સંદર્ભે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહીમાં એએસઆઇએ લાંચની ઇચ્છાશક્તિ બતાવી હતી. ભારે રકઝકના અંતે ૩૦ હજાર લેવાનું નક્કી કર્યુ હતુ. જેમાં ફરીયાદી એવા આરોપીઓ લાંચની રકમ આપવા ઇચ્છતા હોવાથી મહેસાણા એસીબીને રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે સફળ ટ્રેપ થતાં પોલીસ કર્મચારી ઝડપાઇ ગયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુનાના કામે અટક કરી કોર્ટમાં હાજર કરવા સહિતની કાર્યવાહીમાં એએસઆઇ રાજુ ચાવલાએ લાંચ માંગી હતી. જેમાં આરોપીઓએ એસીબીને જાણ કરી ટ્રેપ કરાવતાં સમગ્ર પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે

(10:59 pm IST)