Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

નાણામંત્રી નીતિન પટેલ કાલે ઉત્સુકતાની વચ્ચે ગૃહમા બજેટ રજૂ કરશે

બજેટમાં ૧૮હજાર કરોડનો વધારો થાય તેવા સંકેત : મહાનગર પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં લઇને કરવેરા વધારાની દરખાસ્ત રજૂ ન કરાય તેવી પણ પ્રબળ શક્યતા

અમદાવાદ,તા.૨૫ : ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ આવતીકાલે ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જેમાં શ્રેણીબદ્ધ રાહતો આપવામાં આવે તેવી પણ સંભાવના છે. સમાજના જુદા જુદા વર્ગોને રાહત આપવાના હેતુસર પગલા જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતા છે. બજેટમાં લોકલક્ષી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી શકે છે. નીતિન પટેલ રેકોર્ડ વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ગુજરાતના બજેટ ઉપર રાજ્યના તમામ લોકોનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આવતીકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ થઇ રહેલું ગુજરાત રાજયનું બજેટ રૂ.બે લાખ, ૨૨ હજાર કરોડના આંકને આંબી જાય તેવી શકયતા સેવાઇ રહી છે. જો કે, રાજયની મહાનગરપાલિકાઓની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને વેરા વધારાની દરખાસ્ત બજેટમાં રજૂ કરાય નહી તેવી પણ શકયતા છે.

        આવતીકાલથી રૂ થઈ રહેલા બજેટ સત્રના પ્રથમ દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર રજૂ કરશે. જે ગત વર્ષની સરખામણીમાં ૧૮ હજાર કરોડના વધારા સાથે રૂ. લાખ ૨૨ હજાર કરોડનું હોઇ શકે છે. બજેટમાં રાજ્ય સરકાર નાણાંકીય સંતુલનની સાથે રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારાની દરખાસ્ત રજૂ કરે એવી શક્યતાઓ છે. બજેટમાં રોજગારીની સાથે કૃષિ અને નાના ઉદ્યોગો માટેની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઈ શકે છે. ગત વર્ષે લોકસભા ચૂંટણી હોવાથી ફેબ્રુઆરીમાં મહિના માટે ૬૪ હજાર કરોડનું લેખાનુદાન લીધુ હતું અને જુલાઈમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું પૂર્ણ બજેટ રજૂ થયું હતું. બજેટનું કદ લાખ હજાર કરોડ રૂપિયા હતું. બજેટ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર લાખ કરોડ સુધી પહોંચ્યું હતું.

       જો કે વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાનમાં રાખીને ૧૮ હજાર કરોડનો વધારો થવાની શક્યતા છે. જેના કારણે ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર લાખ ૨૨ હજાર કરોડ સુધી પહોંચે એવી સંભાવના છે. ગુજરાત સરકારની મુખ્ય આવક જીએસટીની છે, જેમાં ઉત્તરોતર વધારો થતો જાય છે. પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી તને રૂ. થી કરોડ ઓછા મળતા હોવાથી નાણાંકીય સંતુલન જાળવવા પર ભાર મુકવો પડશે. ભાજપ સરકારના આવતીકાલના બજેટપર હાલ તો રાજયના પ્રજાજનોની નજર મંડાઇ છે કે, સરકાર કયા પ્રકારની રાહતો જાહેર કરે છે અને નવું શું અમલમાં લાવી રહી છે.

(9:03 pm IST)