Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વિરમગામમાં શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરના 104 માં સમૈયા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

દેશભરમાંથી 10 હજારથી વધુ લોકો શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરના 104માં સમૈયા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામ સ્થિત શ્રી સિઘ્ઘનાથ મહાદેવ મંદિર ખાતે ફાગણ સુદ બીજ તારીખ 25 ને મંગળવારે 104માં સમૈયા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે સતવારા સમાજના યુવાનો દ્વારા વિરમગામના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

  સવારે સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પુજા કરવામાં આવી અને ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. સવારે શાસ્ત્રોક્ત વિધીથી સિધ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં લઘુરૂદ્ર યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત સમસ્ત ગુજરાતના સતવારા સમાજના શ્રેષ્ઠીઓનુ સન્માન કરવામાં આવ્યુ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યાં હતાં.

   શ્રી સિઘ્ઘનાથ મહાદેવ મંદિર વિરમગામ ખાતે સમૈયા મહોત્સવમા દેશભરમાંથી 10 હજારથી વધુ સતવારા સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સિઘ્ઘનાથ મહાદેવના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

(5:54 pm IST)
  • ટ્રમ્પ- મેલેનિયાએ રાજઘાટ ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતુ access_time 12:48 pm IST

  • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી પહોંચ્યા: આગ્રાના તાજમહલ નિહાળ્યા બાદ ટ્રમ્પ દિલ્હી પહોંચી ચુક્યા access_time 10:41 pm IST

  • ઈરાનના આરોગ્યપ્રધાન ઇરાઝ હરિચીને કોરોના વાયરસ લાગુ :ઈરાનમાં કુલ ૧૫ મોત: 95 અસરગ્રસ્ત, બિનસત્તાવાર 50 મોત access_time 12:31 am IST