Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

આણંદ નજીક લાંભવેલમાં એનઆઇઆરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 2 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરી

આણંદ: નજીક આવેલા લાંભવેલના  આઈરીસ સોસાયટીમાં રહેતા એક એનઆરઆઈના બંધ મકાનના તસ્કરોએ ગઈકાલે વહેલી સવારના સુમારે તાળા તોડીને અંદરથી બે લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં અંગે આણંદ રૂરલ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી જયેશભાઈ અંબાલાલ પટેલ લંડનના લેસટર ખાતે રહે છે. ગત ૧૨--૨૦૨૦ના રોજ તેઓ પત્ની સાથે ભારત પરત ફર્યા હતા અને લાંભવેલ ખાતે આવેલી - આઈરીસ સોસાયટીના મકાન નંબર ૪૨માં રહેતા હતા. દરમ્યાન ગઈકાલે વહેલી સવારના સુમારે વિદ્યાનગર -ાર ફાર્મમાં મહંતસ્વામી આવ્યા હોય તેમના દર્શન કરવા માટે મકાનને તાળુ મારીને જવા નીકળ્યા હતા. એપીસી સર્કલ પાસે પહોંચતા અચાનક પેન્ટ ફાટી જતાં પેન્ટ બદલવા માટે ઘરે પરત ફર્યા હતા. દરમ્યાન કોઈ તસ્કરોએ બંધ મકાનનું તાળુ તોડીને લાકડાના દરવાજાનું ઈન્ટરલોક પણ તોડી નાંખ્યું હતુ અને અંદર પ્રવેશ કરીને બેડરૂમને મારેલુ ંતાળુ તોડી, તિજોરી તોડી નાંખી હતી અને અંદર મૂકેલા રોકડા .૫૦ લાખ, રાડો ઘડિયાળ, સોનાના બે પેંડલ, સોનાના નંગ ચુડા, નાની બુટ્ટી, ૩૦૦ પાઉન્ડ તેમજ લંડન તેમજ આણંદની બેંકની પાસબુકો, પાનકાર્ડ, આધારકાર્ડ વગેરે કીમતી દસ્તાવેજોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(5:28 pm IST)