Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

કપડવંજમાં રહેતી સગીરાને ભગાડી લઇ જઈ જાતીય અત્યાચાર ગુજારનાર નરાધમને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

કપડવંજ: શહેરમાં આવેલ અંબામાતાના ખાંચામાં કુંડવાવ બજાર નજીક રહેતાં રાજુભાઈ પ્રદિપભાઈ ગોર (ઉં.૨૭) ને પોતાના વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા સાથે આંખો મળી જતાં તેણીને લગ્ન કરવાની લાલચ આપી ગત તા.૨૫--૧૯ ના રોજ બપોરે દોઢ વાગે કુંડવાવ બજારમાં બોલાવી ત્યાંથી ભગાડી ગયો હતો. ત્યાંથી અમદાવાદ બાદમાં જયપુર તેમજ અન્ય વિવિધ સ્થળે લઈ જઈ અવારનવાર તેની ઈચ્છા સહમતી વગર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. બાબતે ભોગ બનનારના પિતાએ કપડવંજ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬() () તથા પોક્સો એક્ટની કલમ (), (એલ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને રાજુભાઈ ગોરને તા.૧૮--૧૯ ના રોજ પકડી પાડ્યો હતો.

કપડવંજ પોલીસે રાજુભાઈની ધરપકડ કર્યા બાદ તપાસ પૂરી કરી ચાર્જશીટ બનાવી નડિયાદ કોર્ટમાં રજૂ કરી હતી. કેસ નડિયાદના સ્પે.પોક્સો ન્યાયાધીશ ડી. આર. ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ મિનેષ આર. પટેલ (ઠાસરાવાળા) રજૂ કરેલા પુરાવા જેવા કે પંચનામા, જન્મદાખલો, મેડિકલ, એફએસએલ રિપોર્ટ મળી ૨૦ દસ્તાવેજી પુરાવા તેમજ ૧૮ સા-ાીઓને તપાસ્યાં હતાં. અને એવી દલીલ કરી હતી કે સમાજમાં આવા ગુનાનું પ્રમાણ વધતુ જાય છે. આવા ગુના અટકાવવા ન્યાયપાલિકાની પવિત્ર ફરજ બનતી હોઈ આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા થવી જોઈએ. ન્યાયાધીશે તમામ બાબતો ધ્યાનમાં રાખી આરોપી રાજુભાઈ પ્રદિપભાઈ ગોરને કસુરવાર ઠેરવી દશ વર્ષની સખત કેદની સજા અને રૂ.૪૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.

(5:26 pm IST)