Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ખેડા ટાઉન પોલીસે રાત્રીના સુમારે પેટ્રોલિંગ દરમ્યાન ઉમિયાપુરા પાટિયા નજીક રિક્ષામાં લઇ જવાતા 18 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

ખેડા: ટાઉન પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગ દરમિયાન નવાગામ બસસ્ટેન્ડ નજીક હતી ત્યારે માહિતી મળી હતી કે બારેજડી ગામેથી એક સીએનજી રી-ાા નં. જીજે-૨૭, ટીએ-૫૫૭૮માં વિદેશી દારૂ ભરી મહીજ લાલી થઈ બારેજા તરફ જનાર છે. રી-ાાની આગળ ભુરા રંગનું બજાજ પલ્સર બાઈક . જીજે-૨૭, ડીએ-૬૩૭૧ પાયલોટીંગ કરે છે. જેથી પોલીસની ટીમે સાંજના સમયે ખેડા તાલુકાના ઉમીયાપુરા પાટીયા નજીક આવેલ ખારીકટ કેનાલ પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન પલ્સર બાઈક અને તેની પાછળ સીએનજી રી-ાા આવતાં પોલીસે બંને વાહનો રોક્યાં હતાં. બાઈકચાલક હર્ષ પરમાર (રહે.ઈન્દિરાનગર, વસઈ, તા.દસક્રોઈ) તેમજ રી-ાાચાલક કિશન ગોરીયા (રહે.વાલ્મિકીવાસ, વસઈ, તા.દસક્રોઈ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમે રી-ાાની તલાશી લેતાં રી-ાાની પાછળની સીટ ઉપર મૂકેલા બે થેલામાંથી રૂા.૧૮,૫૦૦ કિંમતની વિદેશી દારૂની ૩૭ બોટલો મળી આવી હતી. જે પોલીસે કબજે લીધી હતી. પોલીસે કડકાઈ દાખવી પકડાયેલા બંને ઈસમોની પુછપરછ કરતાં તેઓએ દારૂનો જથ્થો બારેજડીના લાલાભાઈ પાસેથી લાવ્યાં હોવાની કબૂલાત કરી હતી.

(5:25 pm IST)