Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

મહેસાણાના વિસનગરમાં ધમધમતા બે મસાજ સેન્ટરમાં પોલીસના દરોડા:વિદેશી યુવતીઓને રાખનાર બે સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા કાર્યવાહી હાથ ધરાઈ

મહેસાણા: શહેરના વિસનગર રોડ ઉપર તેમજ રાધનપુર રોડ ઉપર ચાલી રહેલા બે સ્પા સેન્ટરોમાં સીઆઇડી ક્રાઇમની જુદી જુદી બે ટીમોએ ઓચિંતી રેડ પાડી હતી. બંન્ને સ્થળોએથી વર્ક પરમીટ હોવા છતાં ગેરકાયદેસર નોકરી કરતી પાંચ વિદેશી યુવતીઓ મળી આવી હતી. અંગે પોલીસે બંને સ્પા સેન્ટરોના સંચાલક અને કર્મચારીઓ સહિત પાંચ શખસો વિરૃધ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

ગુજરાત મહિલા સેલના એડી.ડી.જીપી અનિલ પ્રથમને બાતમી મળી હતી કે મહેસાણાના વિસનગર રોડ પર માનવઆશ્રમ ચોકડી પાસે ચાલતા ગ્રાન્ડ થાઇ સ્પા નામના સ્પા સેન્ટર તેમજ રાધનપુર રોડ પરના આઇકોન આર્કેડમાં આવેલા ગેલેકસી વર્ડ બોડીકેર એન્ડ સ્પા નામના બોડી મસાઝ સેન્ટરમાં વિઝાના પર આવેલી થાઇલેન્ડની યુવતીઓ પાસે વર્ક પરમીટ ન હોવા છતાં ગેરકાયદેસ નોકરી પર રાખવામાં આવેલ છે. જેના આધારે સીઆઇડી ક્રાઇમ મહેસાણા એકમની ટીમે ગેલેકસી વર્ક બોડીકેર સ્પા સેન્ટરમાં ઓચિંતી રેડ પાડી હતી. અને અંદર તપાસ કરતાં મસાઝની કામગીરી કરી રહેલ ત્રણ વિદેશી યુવતીઓ મળી આવી હતી. જોકે આ સ્થળે વાંધાજનક હિલચાલ જોવા મળી ન હતી. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે હેડ કોન્સ.નરેશ ચૌધરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આફતાબ ઇમરાનખાન  પરમાર સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો હતો. જ્યારે ગાંધીનગર સીઆઇડીની ટીમે મહેસાણાની માનવઆશ્રમ રેડ પાડી હતી. જેમાં તપાસ કરતા અંદરથી બે વિદેશી સહિત ચાર યુવતીઓ મળી આવી હતી. એએસઆઇ આર.એન.સુચકે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચિંતન રમેશ શાહ વિરૃધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

(5:24 pm IST)