Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

સુરત: કતારગામમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને અવારનવાર યુવતીને પરેશાન કરતા પોલીસે રંગે હાથે ધરપકડ કરી

સુરત: શહેરના કતારગામની યુવતીને મજુરા ગેટ નજીક રસ્તામાં આંતરી સરેજાહેર જબરજસ્તી મોટરસાઇકલ પર બેસાડવાનો પ્રયાસ કરી પોલીસ મારૃ શું બગાડી લેશે એમ કહી અગાઉની જેમ પરિવારને પુનઃ મારવાની ધમકી ઉચ્ચારનાર એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કતારગામ વિસ્તારની ઉદયનગર સોસાયટીમાં રહેતા યુપીવાસી રત્નકલાકારની પુત્રી વંદના હરિશચંદ્ર યાદવ (.. 22) ને પાંચ દિવસ અગાઉ સવારના અરસામાં મજુરા ગેટ નજીક રસ્તામાં આંતરી તેણીના એક તરફી પ્રેમમાં પાગલ એવા પરિણીત સતીષ રમેશ યાદવ (.. 26 હાલ રહે. શ્રી ગણેશ કૃપા એપાર્ટમેન્ટકુબેર નગરકતારગામ) હું જેમ કહું એમ કરહું તને અહીં મળવા આવ્યો છું વાત કોઇને તથા પોલીસને કહેતી નહિ. જો કહેશે તો હું તને અને તારા પરિવારને અગાઉ જેમ માર માર્યો હતો તેમ પુનઃ માર મારીશ અને પોલીસ શું કરી લેશે ? હું પાછો જામીન પર છુટી જઇશ પછી તમને બધાને છોડીશ નહિ એમ કહી મોટરસાઇકલ પર બેસાડવનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વંદનાએ સતીષને કોઇ પ્રત્યુત્તર આપ્યો ન્હોતો અને બસમાં બેસી ગઇ હતી. પરંતુ એક તરફી પ્રેમમાં પાગલ સતીષે મોટરસાઇકલ પર તેનો પીછો કર્યો હતો. જેથી વંદના અઠવા ગેટ પાસે બસમાંથી ઉતરી નજીકમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીની મદદથી સતીષનો પીછો છોડાવ્યો હતો. ઘટનામાં યુવતીએ પાંચ દિવસ અગાઉ અઠવાલાઇન્સ પોલીસ મછકમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત ગત રાત્રે પોલીસે સતીષ યાદવની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે

(5:22 pm IST)