Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વડોદરાના સાવલી તાલુકામાં કમળ તળાવ બનાવવા માટે 7.40 કરોડનો ખર્ચ કરવામાં આવશે

વડોદરા: શહેરમાં પોર-બળીયાદેવ પ્રોજેક્ટ અંતર્ગત સાદો બ્રિજ બનાવવા રૃા.૪૦૦ લાખના ખર્ચના અંદાજને જિલ્લા પ્રવાસન સ્થળોના વિકાસ અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે. ખર્ચ મંદિરના સ્વભંડોળમાંથી કરાશે.

જિલ્લા પ્રવાસન સ્થળોના વિકાસ માટે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં કલ્યાણનગર અને ડો.આંબેડકરના સ્ટેચ્યુની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માટે કલેક્ટરે સૂચના આપી હતી. ઉપરાંત વઢવાણા પ્રોજેક્ટ માટે કમ્પાઉન્ડ વોલ બનાવવા, સાઇટ ગ્રાઉન્ડ લેવલને પૂરાણ કરવા તથા નવીન ગેસ્ટ હાઉસ બનાવવા રૃા.૯૮.૨૭ લાખ તેમજ વધારાના રૃા..૪૫ લાખના ખર્ચને પણ મંજૂરી અપાઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સાવલી કમળ તળાવ પ્રોજેક્ટ માટે અંદાજે રૃા..૪૦ કરોડના તથા તેન તળાવ પ્રોજેક્ટ માટે રૃા..૦૭ કરોડના વિકાસકામોનો અંદાજ મુકવામાં આવ્યો છે. ઉપરાંત ડભોઇ ગઢભવાની માતા મંદિર વિકાસ માટે રૃા..૨૪ કરોડ, ડભોઇ તાલુકાના શિનોર વ્યાસબેટ માટે રૃા..૫૦ કરોડ અને પાદરા તાલુકાના રણુ ખાતેના તુલજા ભવાની માતાના મંદિરના વિકાસ માટે રૃા. કરોડના કામો સહિત જિલ્લાના નવા ત્રણ પ્રોજેક્ટના અંદાજો મંજૂરી માટે મોકલવામાં આવ્યા છે.

(5:20 pm IST)