Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

શાકભાજીના ભાવ તળીયે પહોંચ્યા ખેડુતો દુઃખી, ગૃહીણીઓ ખુશખુશાલ

કોબી, ફલાવર જેવા શાક હોલસેલમાં રૂ.એકથી બેમાં વેચાય છે

અમદાવાદ, તા., ૨૫: શાકભાજીના ભાવમાં છેલ્લા એક અઠવાડીયામાંથી ભારે ઘટાડો જોવા મળી રહયો છે. શહરેના માર્કેટીંગ યાર્ડખાચે હાલ દરેક સિઝનલ શાકભાજ સૌથી સસ્તા ભાવે વેચાઇ રહયા છે. ખેડુતોએ મહામહેનતે જે શાકભાજી ઉગાડી છે તેના ભાવ નહી મળતા આ શાકભાજી ગૌશાળામાં મોકલી આપે છે અથવા તો રસ્તા પર ફેંકી દેવામાં આવે છે. હોલસેલથી જે વેપારીઓ રીટેલમાં શાકભાજી લઇ જાય છે તેનો ભાવ સામાન્ય લોકોને પણ  ચુકવવો પડી રહયો છે. છતા પ્રમાણમાં શાકભાજી ગૃહીણીઓને તો સસ્તા લાગે છે.

આ અંગે સ્થાનીક વેપારીઓના મત મુજબ યાર્ડની હોલસેલ માર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા બાદ તેમાં દલાલી અને પોતાનો નફો ઉમેરાતા ટ્રાન્સપોર્ટેશન અને શાકભાજીનો બગાડ બાદ સ્થાનીક બજારમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થાય છે.

શાકભાજીની કિંમત હોલસેલ માર્કેટ અને બાદમાં સ્થાનીક માર્કેટ અને બાદમાં સ્થાનીક માર્કેટનાં ભાવનો તફાવત મુજબ કોબી હોલસેલમાં ૧ થી ર રૂપીયામાં અને રીટેલમાં પ રૂપીયા ફલાવર હોલસેલમાં ૧ થી ર રૂપીયા જયારે રીટેલમાં પ થી ૧૦ રૂપીયા, ટામેટા હોલસેલમાં ૧ થી ર રૂપીયા જયારે રીટેલમાં ર૦ રૂપીયા, કાકડી હોલસેલમાં ૧ થી ર રૂપીયા જયારે રીટેલમાં ર૦ રૂપીયા, દુધી હોલસેલમાં ૧ થી ર રૂપીયા જયારે રીટેલમાં ર૦ રૂપીયા અથવા  નંગ દીઠ રૂ. ૧૦,  રીંગણા હોલસેલમાં ૧ થી ર રૂપીયા જયારે રીટેલોમાં ૧પ રૂપીયા,  ગાજર હોલસેલમાં ૧ થી ર રૂપીયા જયારે રીટેલમાં ૧પ રૂપીયા, ગુવાર હોલસેલમાં ર૦ થી રપ રૂપીયા જયારે રીટેલમાં ૮૦ રૂપીયા, ભીડા હોલસેલમાં ૧૦ થી ૧ર રૂપીયા જયારે રીટેલમાં ૪૦ રૂપીયા, કારેલા હોલસેલમાં ર૦ થી રપ રૂપીયા જયારે રીટેલમાં ૬૦ રૂ. મરચા હોલસેલમાં ૧ થી ર રૂપીયા જયારે રીટેલમાં ૧૦ થઇ ગયા છે. શહેરમાં તો અલગ અલગ વિસતારમાં જુદા જુદા ભાવ હોય છે. એટલે કે વેજલપુર વિસતારના માર્કેટમાં ૧પ રૂપીયે કિલો મળતા શાકભાજી સેટેલાઇટ વિસતારમાં ૩૦ રૂપીયા હોય છે.

(3:35 pm IST)