Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજીનો ૪૧મો પીઠાર્પણ ઉત્સવ ઉજવાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)  વિરમગામ : શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૪૧ મો પીઠાર્પણ ઉત્સવ પરમ ઉમંગભેર ઉજવાયો હતો.  

   સંવત ૨૦૩૫ ફાગણ સુદ ૨ તારીખ ૨૮-૨-૧૯૭૯ને બુધવારના શુભ દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ હજજારો સંતો – હરિભક્તોની ઉપસ્થિતમાં શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પોતાના ઉત્તરાધિકારી તરીકેની નિમણૂક કરી હતી. લાખોની સત્સંગી મેદનીએ તાળીઓના ગડગડાટ અને ગગનભેદી જયનાદોથી આ અવસરને ઉત્સાહભેર વધાવી લીધો હતો. શ્રીમદાચાર્યપ્રવર પરમ પૂજ્ય જીવનપ્રાણ સ્વામીબાપાએ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને સ્વ હસ્તે ચાંદલો કર્યો ,  ઉત્તરાધિકારી તરીકેનો હાર પહેરાવ્યો અને જણાવ્યું કે, આજના પ્રસંગે હું જાહેર કરું છું કે મારા પછીના ઉત્તરાધિકારી આ સંત શિરોમણી સદગુરુ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન  અને જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીને અંતર્યામી જાણી જે કાર્ય કરવામાં આવે તે કાર્ય ધણી જ કરે છે તેમજ તમે જાણજો અને તમે સહુ તેમને સાથ સહકાર આપશો.   

  શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના આશીર્વાદ પૂર્ણ થયે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય અને સ્વામીબાપાના ઉત્તરાધિકારી સંત શિરોમણી સદગુરુ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીએ પુનઃ સ્વામીબાપાનું પૂજન કરી આરતી ઉતારી હતી. આજના આનંદદાયી અવસરે પૂજનીય સંતો અને મોટેરા હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પૂજન કરી આરતી ઉતારી હતી.     આજે ૪૧ વર્ષ પૂર્ણ થતાં પીઠાર્પણ ઉત્સવ પર્વે પૂજનીય સંતો અને મોટેરા હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પૂજન અર્ચન કરી આરતીઓ ઉતારવાના અણમોલા લાભ લીધા હતા.

લાંબા સમયના મંદવાડ બાદ બાપા મુંબઈથી મણિનગર પધાર્યા હતા હજજારો સંતો અને હરિભકતો તેમજ ભાવિકો ઉમટી પડ્યા હતા.

(3:10 pm IST)