Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર વિરમગામનો 11મો પાટોત્સવ ઉજવાયો

કોઠારી સ્વામી સહિત સંતો, હરિભકતોની ઉપસ્થિતિમાં વેદોક્ત વિધિથી પાટોત્સવની ઉજવણી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં મુનસર રોડ પર આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 11મો પાટોત્સવ ઉજવાયો હતો. ફાગણ સુદ બીજને મંગળવારે પુજ્ય કોઠારી સ્વામી, સંતો, હરિભક્તોની ઉપસ્થિતિમાં વેદોક્ત વિધી પ્રમાણે  શ્રી સ્વામિનારાયણ મંદિર વિરમગામના 11માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે મહાપુજા અને કથાવાર્તા કરવામાં આવી હતી.

 પાટોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન ઉપરાંત મહાપ્રસાદનો લાભ લીધો હતો. પાટોત્સવના યજમાન ડૉ.ભરતભાઈ ભીખાભાઇ ગજ્જર, અલ્પેશભાઇ ભીખાભાઇ ગજ્જર બન્યા હતા.

(1:45 pm IST)
  • ઈરાનના આરોગ્યપ્રધાન ઇરાઝ હરિચીને કોરોના વાયરસ લાગુ :ઈરાનમાં કુલ ૧૫ મોત: 95 અસરગ્રસ્ત, બિનસત્તાવાર 50 મોત access_time 12:31 am IST

  • રાજકોટ-રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ-રૂડા દ્વારા એઇમ્સને ધ્યાને લઇ લેવાયો મહત્વનો નિર્ણય : ગુજરાતમાં પ્રથમવાર રાજકોટમાં જામનગર રોડથી એઇમ્સ સુધીનો 8 માર્ગીય રોડ બનાવવામાં આવશે, જે ૩૦૦ ફૂટની પહોળાઈનો રહેશે : રૂડા દ્વારા એઇમ્સને લઈને પરાપીપળીયા ખાતે નવી ટીપી સ્કકએમ બનાવવામાં આવશે : રૂડાના જનરલ બોર્ડની મંજૂરી મળે એટલે નવી ટીપી સ્કીમની માપણી અને DLR નું નિમતાણું લઈને આગામી દોઢ થી બે વર્ષમાં ટીપી સ્કીમનો અમલ કરાશે : રૂડાની જાહેરાત access_time 4:58 pm IST

  • નખત્રાણાના વિથોણનાં આધેડે ચોટીલામાં કર્યો અકળ આપઘાત:અકળ આત્મહત્યાનાં બનાવને પગલે સર્જાયા અનેક તર્ક-વિતર્કો:ચોટીલા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને હાથ ધરી તપાસ: હતભાગીનાં મૃતદેહનું કરાયુ પીએમ: સ્થાનિકે આજે કરાઈ અંતિમવિધિ access_time 11:12 pm IST