Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

નાંદોદના અણીદ્રા ગામમાંથી ખેરના લાકડાનો જથ્થો પકડી પાડતી વન વિભાગની ટિમ

વન વિભાગની ટિમ ત્યાં પહોંચતા અલગ અલગ જગ્યાઓ પર સંતાડેલા લાકડા શોધતા નાકે દમ આવ્યો;આખરે સફળતા મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ખેરના લાકડાની તસ્કરી વધી રહી હોય વન વિભાગ તેની પર બાઝ નજર રાખી રહ્યું હોય ગતરોજ નાંદોદ તાલુકાના અણીદ્રા ગામના ખેતરમાં ખેરના લાકડા સંતાડેલા હોવાની બાતમીના આધારે RFO સોનજીભાઈ તડવીના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર અક્ષય પંડ્યા તથા ટીમે સ્થળ પર જઈ શોધખોળ કરતા એક એક લાકડું અલગ અલગ જગ્યા એ સંતાડેલું શોધી શોધીને અંદાજે ૧૫ હજારના લાકડા વન વિભાગે જપ્ત કરી આ લાકડા કોના છે અને કોને સંતાડયા હતા એ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે જાણવા મળ્યા મુજબ લાકડા શોધવામાં અને વાહતુક કરવામાં વન વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા જાણવા મળી છે. છતાં લાકડાચોરોને પાઠ ભણાવવા અને આવી તસ્કરી અટકાવવા વન વિભાગની ટીમે આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.

(1:36 pm IST)