Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વીજ કંપનીની લાલીયાવાડીથી રાજપીપળાના અમુક વિસ્તારોમાં ૨ દિવસથી પીવાના પાણીની મોકાણ : ગૃહિણીઓમાં ભારે નારાજગી

દરબરોડ, વિસાવાગા, સોનિવાડ, જૂની પોસ્ટઓફિસ સહીત અનેક વિસ્તારોમાં પાણીના ફાંફા : દરબાર રોડ લાઈબ્રેરી બહાર ના ટીસી માં ક્ષતિ આવતા પાણીની મોટર ન ઉપડતા પાણી વગર વલખા મારતા લોકો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના અમુક વિસ્તારોમાં ૨ દિવસથી પીવાના પાણીની સમસ્યા ઉભી થતા ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જોકે આ તકલીફ વીજ કંપનીની લાપરવાહીના કારણે સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
 રાજપીપળા દરબાર રોડ લાઈબ્રેરી પાસે આવેલા વીજ કંપનીના ટીસી પર થોડા મહિના પહેલા વાયરનો એક સ્ટડ તૂટી ગયા બાદ ઢીંગડા મારી કામચલાઉ કામગીરી કરી વીજ કંપનીના કર્મચારીઓ ચાલ્યા ગયા હતા ત્યારબાદ બે વખત આખો દિવસ શહેર ની લાઈનો રીપેરીંગ માટે વીજ પુરવઠો બંધ રખાયો છતાં આ કામ ચલાઉ સ્ટડની કોઈ મરામત ન કરતા હાલ ફરી આ સ્ટડ તૂટી જતા થ્રી ફેજ લાઈનમાં એક ફેજ ન મળતા પાણીના બોરની મોટર ન ઉપડતા છેલ્લાં બે દિવસ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી મળ્યું ન હોય ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી ત્યારે સોમવારે વીજ કંપનીની ટિમ આવી પણ સ્ટડ તૂટેલો જોઈ ચાલી ગયા બાદ મંગળવારે ફરી જોયું તો ટીસી બદલવું પડશે એમ કહી ટિમ ચાલી ગઈ આમ છેલ્લા બે દિવસ થી આ વિસ્તારના લોકો પાણી વગર ના થઇ પડતા ભારે મુશ્કેલી માં મુકાયા છે.જો અગાઉ પહેલી વાર સ્ટડ તૂટ્યો ત્યારેજ નવું ટીસી કે અન્ય કાયમી નિરાકરણ કર્યું હોત તો આજે આ વિસ્તારના લોકોને પણીની સમસ્યા ઉભી ન થઈ હોત.

(1:33 pm IST)