Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભરૂચ જિલ્લામાથી તડીપાર કરાયેલો વ્યક્તિ જ ભરૂચમા ઇંગ્લિશ દારૂનો વેપલો કરતો ઝડપાયો : ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો

આરોપીએ અગાઉ પણ ત્રણ વખત ભરૂચ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના હુકમનો ભંગ કરી પ્રવેશ કર્યો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચ જિલ્લા માંથી તડીપાર કરાયેલો વ્યક્તિ કાયદાની પરવાહ કર્યા વિનાજ ભરૂચની હદમાં આવી દારૂનો વેપલો કરતો હોય ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
  ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં પ્રોહી/જુગારની અસમાજીક પ્રવુતી ચલાવતા વ્યક્તિઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળતા ના.પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે (ઇન્ચાર્જ) પો.ઈન્સ. જી.આર.શર્માને મળેલ માહિતીના આધારે પો.સ.ઇ. કે.એચ.સુથાર તથા સર્વેલન્સ સ્ટાફે ભરૂચના ખાત્રીવાડ ખાતે રહેનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડાહ્યાભાઇ ખત્રીને ભરૂચ જીલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતા એ ભરૂચ જીલ્લામાં ઘૂસી ભરૂચ શહેરમાં તેના પોતાની માલીકીના મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૪ તથા પાઉચ નંગ ૧૬૫ જેની કુલ કિં.રૂ.૨૮,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી તેમજ ભરૂચ સબ ડીવીઝનલ મેજી.ના હુકમનો ભંગ કરવા બદલ પકડાયેલ આરોપીની વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.

(1:34 pm IST)