Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

અરવલ્લી : પીકઅપ ડાલાએ ટક્કર મારતા ઇકો કારમાં સવાર 9 વર્ષના માસુમ બાળકનું કરૂણમોત

ધનસુરામાં આવેલા શાંતિપુરા પાસે અકસમાત : ઇકો કારનો કચ્ચરઘાણ

અરવલ્લી જિલ્લામાં એક પીકઅપ ડાલાએ ઇકો કારને ટક્કર મારતા જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી જતા કારમાં સવાર 9 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

અરવલ્લીના ધનસુરામાં આવેલા શાંતિપુરા પાસે અકસમાત થયો હતો જ્યાં પુરપાટે આવતા પીકઅપ ડાલાએ ઇકો કારને ટક્કર મારી હોવાના અહેવાલો છે. પ્રત્યક્ષદર્શીઓના મતે પીકઅપ ડાલું એટલી ઝડપે હતું કે તેની ટક્કરથી ઇકો કાર રોડથી ફંગોળાઈ ગઈ હતી

ઇકો કારમાં સવાર પેસેન્જરોમાં સરડી ગામના વતની એક માસુમનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકની ઉંમર 9 વર્ષની હતી. અકસ્માત બાદ તેના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(1:29 pm IST)