Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ખંભાત : બંધના એલાન વેળા હિંસા, પથ્થરમારાના બનાવો

પથ્થરમારો અને આગચંપીના બનાવોથી તંગદિલી : કેટલાક વાહનોને આગ ચાંપવામાં આવતા સ્થિતિ વણસી પોલીસની લાશો પાડી દો તેવી જોરશોરથી બૂમો સંભળાઈ

અમદાવાદ,તા. ૨૫ : ખંભાત શહેરમાં ભડકેલી હિંસા બાદ તંગ વાતાવરણ વચ્ચે હિન્દુ સમુદાય દ્વારા આજે ખંભાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન હિંદુ સમુદાયના લોકો ખૂબ મોટી સંખ્યામાંં એકત્ર થયા હતા. વારા ટાવર પાસે એકત્ર થયું હતું. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગ ચાંપી હતી તેમજ ત્રણ જેટલા કેબીનોની તોડફોડ કરી સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી. જેને લઈને મામલો બેકાબુ બન્યો હતો. જો કે, ખંભાતમાં ભડકેલી હિંસા દરમ્યાન અગાઉ લઘુમતી સમુદાયના હથિયારધારી ટોળાઓ દ્વારા આજે પોલીસ જીવતી જવી ના જોઇએ, તેમની લાશો પાડી દો તેવી જોરજોરથી બૂમો પાડવામાં આવતાં પરિસ્થિતિ અંતિ ગંભીર બની ગઇ હતી.

          ઘટનાના પણ હવે ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. આજે હિન્દુ સમુદાય દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને લઈને ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં ટોળાઓ એકત્ર થયા હતા. ખાસ કરીને હિન્દુ સમુદાયના વિવિધ સંગઠનોના કાર્યકરો દ્વારા એકત્ર થયેલા લોકોને સંબોધવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રેલી આવેદનપત્ર આપવા માટે નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની તત્વો પોલીસની હાજરીમાં બેફામ બન્યા હતા અને પથ્થરમારો શરુ કરી દીધો હતો તેમજ પથ્થરમારા બાદ એક મકાનને આગ ચાંપી હતી. તેમજ બાઈકો અને સ્કુટરોને આગ ચાંપી સળગાવી દીધા હતા.તેમજ એક ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કર્યો હતો અને કેબીનોની તોડફોડ કરી માલસામાન સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રેપીડએક્સન ફોર્સના જવાનોએ તોફાની તત્વોને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ખંભાતમાં અસામાજીક તત્વો દ્વારા છાશવારે હિન્દુ સમાજની કરાતી કનડગતનો વિરોધ કરી આવા તત્વોની સામે કાયદેસરના પગલા ભરી સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હિન્દુ સમુદાયના લોકોએ આજે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા.

          ત્યારે રેલીમાં જાડાયેલા લોકોએ પથ્થરમારો કરી મકાનો અને વાહનોને આગચંપી શરુ કરતા પોલીસ દ્વારા રેલીને વીખેરી દેવામાં આવી હતી અને રેપીડએક્શન ફોર્સ અને એસઆરપીના જવાનોએ સમગ્ર શહેરમાં પેટ્રોલીંગ સઘન કરી દીધું હતુંઉલ્લેખનીય છે કે, ખંભાતમાં રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. બંને કોમના ટોળાંએ એકબીજાના ઘર પર પથ્થરમારો કરી, મકાન-દુકાનોમાં આગચંપી કરી હતી. નોંધનીય બાબત તો છે કે, એક તરફ આણંદ જિલ્લાની મોટાભાગની પોલીસ અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં વ્યસ્ત હતી. ત્યારે બીજી તરફ તોફાની ટોળાંએ તોડફોડ કરી હતી.

             બનાવ સંદર્ભે ખંભાત શહેર પોલીસ સ્ટેશને અલગ-અલગ કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાયોટીંગ, તોડફોડ, હત્યાના પ્રયાસની કલમ હેઠળ ખંભાત શહેર પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર ડી. જી. ચૌધરી સહિત પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે. સોમવારે સમગ્ર દિવસ દરમિયાન ખંભાતના અલગ-અલગ વિસ્તારમાં અજંપાભરી શાંતિ રહી હતી. કોમી રમખાણ બાદ અકબરપુર, લાલ દરવાજા, ભાવસારવાડ, ભોઈબારી, પીઠ બજાર, સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. એલ.સી.બી, એસ..જી, ત્રણ એસ.આર.પી ટીમ, એક રેપીડ એક્શન ફોર્સ, ત્રણ ડી.વાય.એસ.પી, સાત પી.આઈ, ૧૧ પી.એસ.આઈ, ૧૦૭ પોલીસ જવાનો, ૧૦૦ હોમગાર્ડ સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

(9:05 pm IST)