Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ઠાસરાના સૈયદવાડામાં પીવાના પાણીની સમસ્યા:રોજ બરોજ ડહોળું પાણી આવતા લોકોએ પાલિકાને રજુઆત કરી

ઠાસરા: શહેરના સૈયદવાડા વિસ્તરમાં પીવાનુ પાણી ડહોળુ આવતુ હોવાની ફરિયાદ ઉઠી છે. અંગે વિસ્તારના એક જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખ અને પાલિકા ચીફઓફિસરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ છે.

ઠાસરા શહેરના વોર્ડ નં-૫માં આવેલ મોટા સૈયદવાડા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ થી પીવાનુ પાણી ડહોળુ આવતુ હોવાની ફરિયાદ પાલિકાને કરવામાં આવી છે અંગે વિસ્તારના એક જાગૃત નાગરિકે એક પત્ર લખી રજૂઆત કરી છે.જેમાં અરજદારે જણાવ્યુ છે કે મોટા સૈયદવાડા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પીવાનુ પાણી ડહોળુ આવે છે. અંગે પાલિકા દ્વારા તપાસ પણ કરાવી છે.તેમ છતા પાલિકા દ્વારા નવી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવતી હોવાનુ અરજદારે જણાવ્યુ છે.

(5:59 pm IST)