Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદનો કાલે 608મોં જન્મદિવસ

અહમદશાહના નામ પરથી પડેલ નામ અમદાવાદ વિવિધ નામથી જાણીતું ,કર્ણાવતી,માન્ચેસ્ટર અને મેટ્રોસિટી તરીકે ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન

અમદાવાદઃ દેશનું પ્રથમ હેરિટેજ સિટીનું યુનેસ્કો તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત અમદાવાદનો આવતી કાલે શહેરનો હેપ્પી બર્થ-ડે છે. 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો 608મો જન્મદિવસ છે અહમદશાહના નામ પરથી પડેલ નામ અને દરેક ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ધરાવતા  અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીમા યુનેસ્કોએ સ્થાન આપ્યું છે. 

અમદાવાદને 607 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. અમદાવાદ વિવિધ નામોથી પણ જાણીતું છે. જેમ કે કર્ણાવતી, માન્ચેસ્ટર કે મેટ્રોસીટી. આ અમદાવાદની શોભા અનેરી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મૂળ અમદાવાદનાં અને બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા એક વ્યક્તિ લંડનથી રિટર્ન આવ્યાં છે.તેઓને અમદાવાદની યાદ તેમને પરત ખેંચી લાવી છે.
દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદનો કાલે 608મોં જન્મદિવસ

(1:12 am IST)