Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

અમદાવાદમાં ફરીવાર નકલી પોલીસે તરખાટ મચાવ્યો :67 વર્ષીય વૃદ્ધાના 2,50 લાખના દાગીના લઈને ફરાર

સેટેલાઇટ વિસ્તારમાં વૃદ્ધાને રોકીને આગળ ચોરી-લૂંટ થયાની સ્ટોરી ઘડીને દાગીના રૂમાલમાં મુકાવી કળા કરી ગયા

અમદાવાદ:અમદાવાદમાં ફરીવાર નકલી પોલીસે કળા કરી છે અને એક વૃદ્ધાના 2,50 લાખની કિંમતના દાગીના લઈને ફરાર થઇ ગયા છે નકલી પોલીસે સેટેલાઇટ વિસ્તાર એક 67 વર્ષીય મહિલાને રોકી આગળ ચોરી લૂંટ થઈ છે તેમ કહી તેના દાગીના રૂમાલમાં બાંધવાના બહાને રૂપિયા 2.50 લાખની કિંમતના દાગીનાની ચોરી હોવાની ઘટના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે છે.

  ફરિયાદની વિગત મુજબ ગુલબાઈ ટેકરા આતિથ્ય ફ્લેટ માં 67 વર્ષના વિભાબેન ચોકસી તેના દીકરા અને વહુ સાથે રહે છે શનિવારે સવારે 9 વાગે વિભાબેન અને તેમનો દીકરો દિગંત કારમાં વિભાબેનના બહેન કોકિલાબેન ઘરે મયુર પંખ સોસાયટી માં ગયા હતા. જ્યાં તેમનો દીકરો તેમને સોસાયટી પાસે ઉતારીને નીકળી ગયો હતો અને વિભાવેન ચાલતા ચાલતા તેમની. બહેનના ઘરે જતા હતા ત્યારે બે યુવકો એ રોક્યા હતા અને કહ્યું હતું કે હમણાં લૂંટ અને ખૂનના બનાવ વધી ગયા છે. અને તમે આ રીતે જાહેરમાં દાગીના પહેરી ને કેમ જાવ છો. તમે તમારા દાગીના ઉતારી આ રુમાલ માં બાંધી દો . ત્યારબાદ વિભાબેન ગભરાઈ ગયા હતા અને તેમણે તેમની વીંટી, બંગડી અને બીજા દાગીના મળી કુલ 2.50લાખ રૂપિયા ની મતા રૂમાલ માં મૂકી હતી. અને પોલીસે સૂચના આપી હતી કે હવે ધ્યાન રાખજો. પણ બહેનના ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે રૂમાલમાં દાગીના હતા જ નહીં. જેથી તે બહાર હતા પણ ત્યાં સુધીમાં નકલી પોલીસ નાસી ચુક્યા હતાં આ અંગે સેટેલાઇટ પોલીસે છેતરપિંડી અને ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ પાલડી માં નકલી પોલીસે એક મહિલાને ટાર્ગેટ કરી દાગીનાની ચોરી હતી.

(9:26 pm IST)