Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

રાજ્યના અનેક ભાગોમાં પારો ૩૭થી પણ ઉપર પહોંચી ગયો

મહત્તમ તાપમાન વધતા તીવ્ર ગરમીનો અનુભવ : અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫.૧ ડિગ્રી નોંધાયું

અમદાવાદ,તા. ૨પ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો હવે તાપનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થવા લાગી ગયો છે. અમદાવાદ શહેરમાં આજે ૧૬.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન અને ૩૫.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયા બાદ આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી થાય તેવી શક્યતા છે. મહત્તમ તાપમાનમાં વધારો થતાં હવે ગરમીનો અનુભવ જોરદારરીતે થવા લાગી ગયો છે. પંખા અને એસીના ઉપયોગ સતત વધી રહ્યા છે. આગામી દિવસોમાં પંખા અને એસીના બજારમાં તેજી આવવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. આજે સુરેન્દ્રનગરમાં અને ઇડરમાં પારો ૩૭થી ઉપર પહોંચી ગયો હતો. રાજ્યના અનેક ભાગોમાં પારો ૩૭ ઉપર પહોંચી ગયો હતો તેમાં ઇડર ઉપરાંત પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટનો સમાવેશ થાય છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તીવ્ર ગરમીનો અનુભવ થવાની શક્યતા જાણકાર લોકો વ્યક્ત કરી રહ્યા છે. સવારે  ફુલગુલાબી ઠંડીનો અનુભવ સવારના ગાળામાં થઇ રહ્યો છે. જો કે બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિશ્ર સિઝન વચ્ચે હવે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર-પશ્વિમી પવાનો ફુકાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, લઘુત્તમ તાપમાનમાં આગામી બે દિવસ દરમ્યાન કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. બીજી બાજુ ગાંધીનગરમાં આજે પારો લઘુત્તમ તાપમાનમાં ૧૬ અને મહત્તમ તાપમાનમાં ૩૪.૬ ડિગ્રી સુધી રહ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૭.૬ અને મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી નોંધાયુ ગયુ હતું.  અમદાવાદ શહેરમાં પણ ગરમીના પ્રમાણમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. પારો મહત્તમ તાપમાનમાં વધતા ગરમી વધી રહી છે.

ક્યા કેટલું તાપમાન.....

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૩૫.૧

ડિસા............................................................. ૩૪.૯

ગાંધીનગર.................................................... ૩૪.૬

વીવીનગર.................................................... ૩૪.૮

વડોદરા........................................................ ૩૫.૬

સુરત............................................................ ૩૬.૪

વલસાડ........................................................ ૩૪.૪

અમરેલી....................................................... ૩૬.૬

ભાવનગર..................................................... ૩૪.૫

પોરબંદર......................................................... ૩૭

રાજકોટ............................................................ ૩૭

સુરેન્દ્રનગર................................................... ૩૭.૩

ભુજ.............................................................. ૩૫.૮

નલિયા......................................................... ૩૫.૬

કંડલા એરપોર્ટ.............................................. ૩૫.૯

મહુવા........................................................... ૩૬.૨

(9:13 pm IST)