Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

હવે મિથિલાના ઐતિહાસિક પુસ્તકનું વિધિવત વિમોચન

૨૫ વ્યકિતઓના જીવનચરિત્રને પુસ્તક રજૂ કરે છે : મિથિલાની પવિત્ર ભૂમિના દિગ્ગજોના પ્રેરણાદાયક જીવન કથાઓને પુસ્તકમાં સુંદર રીતે આવરી લેવાઇ છે : રિપોર્ટ

અમદાવાદ,તા. ૨પ : 'ધ લિવિંગ લેજેન્ડ્સ ઓફ મિથિલા' એટલે કે, 'મિથિલાના આધુનિક દિગ્ગજ' ઐતિહાસિક પુસ્તકનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મુખ્ય સચિવ જે.એન.સિંઘ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ નવા પુસ્તકના વિમોચનની સાથે જ એકવાર ફરીથી લેખક વિવેકાનંદ ઝા મિથિલા અને ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણના એક અગ્રદૂતના રૂપમાં સ્થાપિત થઇ ગયા છે. એમની આ નવી પુસ્તક મિથિલાની પવિત્ર ભૂમિના દિગ્ગજોના પ્રેરણાદાયક જીવન કથાઓનો એક સંગ્રહ છે. 'ધ લિવિંગ લેજેન્ડ્સ ઓફ મિથિલા' અને એમનું હિંદી આવૃતિ 'મિથિલાના આધુનિક દિગ્ગજ'નું વિમોચન ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ગુજરાતના મુખ્ય સચિવ શ્રી જગદીપ નારાયણ સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેખક શ્રી વિવેકાનંદ ઝા અને એમની સાથે ઉપસ્થિત કુલેશ ઝા, સંતોષ મિશ્રા અને ઘનશ્યામ પટેલે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને સાલથી સમ્માનિત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ ઐતિહાસિક પુસ્તક મિથિલાના તે પ્રસિદ્ધ ૨૫ લોકો વિશેનું છે, જેમણે મિથિલા અને રાષ્ટ્રના વિકાસ માટે એમનું જીવન સંપૂર્ણ સમર્પિત કરી દીધું હતું અને એમના યોગદાને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતને અલગ ઓળખ અપાવી છે. જોકે પુસ્તક પહેલાથી જ સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ હતી જેનાથી ભારત સરકારને અદ્દવિતિય શારદા સિંહાને પદ્મ ભૂષણ અને ભારતીય વાયુ સેનાના માટે એલસીએ તેજસ (લાઇટ લડાકૂ વિમાન)ને સાકાર રૂપ આપવામાં અગ્રણીય ભૂમિકા પ્રદાન કરનાર ડો.માનસ બિહારીને પદ્મ શ્રી આપવાના નિર્ણયમાં મદદરૂપ થઇ છે. આ પુસ્તક ગોવર્ધન મઠના જગદગુરૂ શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજની વાર્તાથી શરૂ થાય છે, જે મહાન આદિ શંકરાચાર્યની સનાતન પરંપરાને પ્રતિપ્રાદન કરે છે. એમના જીવનનું વર્ણન ભક્તિ અને વિશ્વાસથી ભર્યું છે. એમના સિવાય નેપાળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પરમાનંદ ઝા, પદ્મભૂષણ ડો.બિંદેશ્વર પાઠક, ડો.બીરબલ ઝા, અદાણી એંટરપ્રાઇસીસ લિમિટેડમાં સીટીએલ વ્યવસાયના ચીફ એક્ઝક્યૂટિવ ઓફિસર રાજેશ ઝા, પદ્મશ્રી ડો.મોહન ઝા, બિહારના મુખ્ય સચિવ અંજનીકુમાર સિંહ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા, પદ્મશ્રી ઉષા કિરણ ખાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઇ)ના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી, કોલ ઇંડિયા લિમિટેડના પૂર્વ ચેરમેન સહ પ્રબંધ નિર્દેશક નિર્મળચંદ્ર ઝા અને ગિફ્ટ સિટી (ગુજરાત ઇંટરનેશનલ ફાઇનેંસ ટેક-સિટી કંપની લિમિટેડ)ના પૂર્વ પ્રબંધ નિર્દેશક અને જોઇન્ટ સીઇઓ રમાકાંત ઝાનું જીવન વર્ણન પણ ખૂબજ શાનદાર રીતે પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે.

(7:33 pm IST)