Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ભિલોડાના ખેરોજ કંપામાં ખળવાડમાં આગ લાગતાં ખેડૂતનો રાયડા અને એરંડાનો પાક બળીને ખાખ

૧૫ વીઘાનો અંદાજે ૩૦૦ મણ જેટલો હાઈબ્રીડ બિયારણ પ્લોટનો પાક ભડભડ સળગી ગયો

અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકાના ખેરોજ કંપામાં ખળવાડમાં આગ લાગતાં ખેડૂતનો રાયડાનો અને એરંડાનો પાક બળીને ખાખ થઈ જતાં ભારે નુકસાન થયું છે
   જાણવા મળ્યા મુજબ ખેરોજ કંપા ગામે આજે બપોરના દોઢેક વાગ્યાના સમયે ખળવાડમાં ખેડૂત પટેલ રવજીભાઈ નારણભાઈ, પટેલ બાબુભાઈ નારણભાઈ અને પટેલ પ્રહલાદભાઈ નારણભાઈનો રાયડાનો ૧૫ વીઘામાંથી કાપીને ટ્રેક્ટરો ભરીને લાવેલ પાક પડયો હતો. જેમાં કોઈક કારણોસર આગ લાગતા જોત જોતામાં સૂકા રાયડાના ભરમાંથી આગના ગોટે-ગોટા નજરે પડતાં ગામલોકો આગને કાબૂમાં લેવા માટે દોડી આવ્યા હતાં. પરંતુ ત્યાં સુધીમાં ૧૫ વીઘાનો બધોજ અંદાજે ૩૦૦ મણ જેટલો હાઈબ્રીડ બિયારણ પ્લોટનો ૧૨૦૦ રૃ. પ્રતિ મણ ભાવનો ૩,૬૦,૦૦૦ નો પાક ભડભડ સળગી ગયો હતો. તેમજ તેના નજીકમાં પડેલ ખેડૂત ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ પટેલના એરંડાનો અંદાજે ૧૫૦ મણ એરંડાનો પાક પણ સળગી ગયો હતો.

(7:10 pm IST)