Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

અમદાવાદના કેશવાનની 98 લાખની ચોરીમાં ચાંદખેડાના પુનિત નામના શખ્શની સંડોવણી ખુલી

કેસમાં ત્રણ આરોપી હોવાનું અને ત્રણેય મૂળ યુપીના ઇટાવાના અને જનતાનગરમાં મકાન રાખીને રહેતા હોવાનું બહાર આવ્યું

અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ ક્લબ પાસે બેન્કના કેશવાનમાંથી 98 લાખની ચોરીના કેસમાં વધુ એક શખ્સની સંડોવણી ખુલવા પામી છે ચાંદખેડાના પુનિત નામનો શખ્સ ચોરી કરવામાં મદદગાર થયો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. તપાસ શરૂ કરી છે.જાણવા મળ્યા મુજબ કેસમાં કુલ ત્રણ આરોપી હોવાનું સામે આવ્યુ છે. ત્રણેય લોકો મૂળ યુપીના ઈટાવાના છે. ત્રણેય લોકો જનતાનગરમાં મકાન રાખીને રહેતા હતા. જોકે ચોરી બાદ મકાન ખાલી કરી નાસી જતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(6:07 pm IST)