Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ભરૂચમાં હાફ મેરેથોનમાં 25 હજારથી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

૩ કિલોમીટરનો ફન રન તેમજ ૧૦ અને ૨૫ કિલોમીટરના હાફ મેરેથોન યોજાયેલ

ભરૂચમાં પોલીસ એથ્લેટીક્સ મીટ અંતર્ગત હાફ મેરેથોન યોજાઈ હતી.જેમાં 2500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચના દુધ ધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી આ હાફ મેરેથોનનો પ્રારંભ કરાયો હતો ભરૂચમાં  ૩ કિલોમીટરનો ફન રન તેમજ ૧૦ અને ૨૫ કિલોમીટરના હાફ મેરેથોનનું આયોજન થયુ હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, જીલ્લા પોલીસ વડા સંદીપ સિંઘ ઉપસ્થિત રહ્યા હતા હાફ મેરેથોનના વિજેતાઓને ચેક એનાયત કરવામાં આવ્યા હતા.

(6:04 pm IST)