Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

અમદાવાદમાં લગ્‍ન પ્રસંગે કરેલ ફાયરીંગના વિડીયો પરથી અેક સગીર સહિત બેની ધરપકડ

અમદાવાદના રામોલમાં પઠાણના બંગલા પાસે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરાયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસે એક સગીર અને મોહસીન ખાન પઠાણની ધરપકડ કરી છે. તેઓની પાસેથી બાર બોરની બંદુક અને કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓએ લાયસન્સના નિયમોનું ઉલ્લંઘન કરતા લગ્નના ઉત્સાહમાં હવામાં ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

(4:49 pm IST)