Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

દાહોદ જિલ્‍લાની સરકારી હોસ્‍પિટલને ખાનગી કંપનીને સોપવાની સરકારની હિલચાલનો વિરોધ

અમદાવાદ : રાજય સરકારે પાલનપુરની સિવિલ હોસિપટલ ખાનગી સંસ્‍થાને સોપ્‍યા બાદ દાહોદ જિલ્‍લાની સરકારે હોસ્‍પિટલને ખાનગી કંપનીને સોપવાના સરકારના નિર્ણયનો વિરોધ ઉઠવા પામ્‍યો છે.

મળતી માહિતી મુજબ એક તરફ,ભાજપ સરકાર ગરીબ દર્દીઓને છેવાડાના ગામડાં સુધી તબીબી સારવાર આપવાના વચનો આપી રહી છેતો,બીજી તરફ,સરકાર ખુદ જાણે સરકારી હોસ્પિટલો ચલાવવા અસક્ષમ હોય તેમ જણાઇ રહ્યુ છે. ભાજપ સરકારે હવે સરકારી હોસ્પિટલોનું ય ખાનગીકરણ કરવા માંડયુ છે જેના ભાગરૃપે દાહોદ જીલ્લાની સરકારી હોસ્પિટલ એક પબ્લિક લિમિટેડ કંપનીને સોંપી દેવામાં આવી છે. 

ગુજરાતમાં ગ્રામિણ વિસ્તારમાં આજેય સરકારી હોસ્પિટલોની હાલત દયનીય છે.ડૉક્ટરો જ નહીં,તબીબી સાધનોના અભાવે દર્દીઓને સારવાર મળી શકતી નથી.નાછૂટકે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થવુ પડે છે. આ સ્થિતીમાં હવે સરકારે હોસ્પિટલોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવા માંડયુ છે. 

ખુદ સરકારે વિધાનસભામાં કબૂલ્યું છેકે,દાહોદ જીલ્લાની સરકારી હોસ્પિટલ પબ્લિક લિમિટેડ કંપનીને સોંપવામાં આવી છે. જોકે, સરકારે આ કંપનીનું નામ આપવાનુ ટાળ્યુ છે. સરકારે આ મામલે એવી દલીલ કરી છેકે,રાજ્યમાં મેડિકલ કોલેજની સ્થાપ્ના કરવા પ્રોત્સાહક યોજના અન્વયે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છેકે,પાલનપુરમાં સિવિલ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાના મુદ્દે વિરોધવંટોળ જામ્યો છે.

(2:41 pm IST)
  • લીજેન્ડેરી અભિનેત્રી શ્રીદેવીના ગતરાત્રે થયેલ અવસાન બાદ, આજે તેમના પાર્થિવ દેહની પ્રથમ તસ્વીર સામે આવી છે. જાણવા મળતા અનુસાર આ તસ્વીર તેમના શરીરને પોસ્ટમાર્ટમ માટે લઈ જવાયું હતું ત્યારની છે. access_time 5:14 pm IST

  • બોમ્બે હાઈકોર્ટે કથિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલા સંબંધિત એક યાચિકાને નવી ખંડપીઠને સૌપી દીધી છે. કથીત નકલી એન્કાઉન્ટર્સના આ કેસમાં ભારતીય પોલીસ સર્વિસ (આઇપીએસ) ના કેટલાક અધિકારીઓને મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજીને કોર્ટની નવી બેન્ચને સૌપવામાં આવી છે. આ માહિતી હાઇકોર્ટની વેબસાઇટ પર શનિવારે સાંજે આપવામાં આવી હતી. access_time 2:28 pm IST

  • આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રન ફોર ન્યુ ઈન્ડિયા કોન્સેપ્ટ પર નાઈટ મેરેથોનને ફ્લેગઓફ કરશે, ત્યારે સુરતમાં ભાજપના કાર્યાલયની બાજુમાં વિવાદિત પોસ્ટર્સ લગાવાયા છે. જેમાં નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી, જય શાહની તસ્વીર સાથે રન ફોર ન્યુ ઇન્ડિયા લખાયું છે અને પોસ્ટરના મધ્યમાં પ્રધાનમંત્રી મોદીની તસ્વીર મુકવામાં આવી છે. આ પોસ્ટરથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. access_time 1:59 pm IST