Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

લ્‍યો બલો હવે અમદાવાદમાં હનુમાન મંદિરે દર્શન કરવા માટે આઇકાર્ડ ફરજીયાત

અમદાવાદઃ  અહીંના સાહિબાગ વિસ્‍તારમાં આવેલ હનુમાન મંદિરે દર્શન માટે સત્તાવાઅળઓને આડર્કાર્ડ ફરજીયાત બનાવ્‍યાનું બહાર આવેલ છે.

 શહેરમાં શાહિબાગ સ્થિત આવેલા કેમ્પના હનુમાન મંદિરમાં હવે દર્શન કરવા માટે આઈકાર્ડ બતાવવું ફરજિયાત રહેશે. સુરક્ષા અંતર્ગત આર્મી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે કાલે શનિવારે હતો. દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુ ત્યાં આવી પહોંચે છે. ત્યારે કાલે ઘણા શ્રદ્ધાળુઓને આઇડી કાર્ડ વગર અંદર જવા દેવામાં આવ્યા નહતા. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળપઓને પરત મોકલવામાં આવતાં રોષની લાગણી સામે આવી છે. 

મંદિર પરિષરની બહાર આઈકાર્ડ ફરજિયાતના પોસ્ટરો લગાવામાં આવ્યા છે. ત્યારે ભક્તોનું કહેવું છે આ નિર્ણય તઘલખી છે.

 

(2:56 pm IST)
  • બોમ્બે હાઈકોર્ટે કથિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલા સંબંધિત એક યાચિકાને નવી ખંડપીઠને સૌપી દીધી છે. કથીત નકલી એન્કાઉન્ટર્સના આ કેસમાં ભારતીય પોલીસ સર્વિસ (આઇપીએસ) ના કેટલાક અધિકારીઓને મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજીને કોર્ટની નવી બેન્ચને સૌપવામાં આવી છે. આ માહિતી હાઇકોર્ટની વેબસાઇટ પર શનિવારે સાંજે આપવામાં આવી હતી. access_time 2:28 pm IST

  • આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રન ફોર ન્યુ ઈન્ડિયા કોન્સેપ્ટ પર નાઈટ મેરેથોનને ફ્લેગઓફ કરશે, ત્યારે સુરતમાં ભાજપના કાર્યાલયની બાજુમાં વિવાદિત પોસ્ટર્સ લગાવાયા છે. જેમાં નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી, જય શાહની તસ્વીર સાથે રન ફોર ન્યુ ઇન્ડિયા લખાયું છે અને પોસ્ટરના મધ્યમાં પ્રધાનમંત્રી મોદીની તસ્વીર મુકવામાં આવી છે. આ પોસ્ટરથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. access_time 1:59 pm IST

  • મેઘાલયમાં ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ :મંગળવારે મતદાન :3જી માર્ચે મતગણતરી :ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો :60 પૈકી 59 બેઠકો માટે થશે મતદાન :ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ access_time 11:27 pm IST