Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

વડોદરામાં આજે યોજાયેલ સાયકલોથોન દરમિયાન ૬ વર્ષના અેક વિદ્યાર્થીને ST બસે કચડીનાખતા ઘટના સ્‍થળે જ બાળકના મોતથી હાહાકાર : જય અંબે સ્‍કુલ દ્વારા યોજાઇ હતી સાયકલોથોન લોકોઅે પ્રાયમરી વિગભાના શળાના આચાર્યને ફટકાર્યા : શાળામાં કરી તોડફોડ

વડોદરા : અહીંની જયઅંબે સ્‍કુલ દ્વારા યોજાયેલ સાયકલથોનમાં ૬ વર્ષના અેક બાળકોને ST બસે કચડી નાખી મોત નિપજાવતા ભારે હાહાકાર મચી જવા પામેલ છે.

મળતી વિગત મુજબ રવિવાર શહેરના વીઆઈપી રોડ પર આજે જય અંબે સ્કૂલ દ્વારા યોજાયેલી સાયક્લેથોન દરમિયાન ધો-6ના એક વિદ્યાર્થીનું માતેલા સાંઢની જેમ ધસમસતી આવતી એસટી બસની નીચે કચડાઈ જતા મોત નીપજતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. 

મોતના રોડ ...તરીકે ઓળખાતી વીઆઈપી રોડ પર અવાર નવાર અકસ્માતો સર્જાતા હોવા છતા આ રોડ પરથી સેંકડો વિદ્યાર્થીઓને ભેગા કરીને સાયક્લેથોનનુ આયોજન કરનારા શાળા સંચાલકો પર લોકોનો રોષ ઉતર્યો હતો.લોકોેએ અંબે સ્કૂલના પ્રાઈમરી વિભાગના પ્રિન્સિપાલને ફટકાર્યા હતા અને શાળામાં પણ તોડફોડ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે સવારે સાડા પાંચ વાગ્યે અંબે ગુ્રપની વીઆઈપી રોડ, કારેલીબાગ અને વાઘોડીયા રોડ વિસ્તારની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સાયક્લેથોનનો કાર્યક્રમ રાખવમાં આવ્યો હતો.આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓએ સવારે સાડા પાંચ વાગ્યે સાયકલ લઈને વીઆઈપી રોડ ખાતે આવેલી જય અંબે સ્કૂલ ખાતે ભેગા થવાનુ હતુ અને ત્યાંથી નવલખી ેમેદાન ખાતે જવાનુ હતુ.

આવા સેંકડો વિદ્યાર્થીઓમાં અંબે સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતા અને રાજમહેલ રોડ પરની ખાડીયા પોળમાં રહેતા હેત ચૌહાણનો પણ સમાવેશ થતો હતો.હેત ચૌહાણ સાયકલ લઈને સ્કૂલો પહોંચ્યો હતો અને હજી તે સાયકલ પાર્ક કરે તે પહેલા વડોદરાથી ઉંઝા જવા માટે પૂરઝડપે નીકળેલી એસ ટી બસના ટાયર તેના પર ફરી વળ્યા હતા.આ વિદ્યાર્થીનુ ઘટના સ્થળે જ જોત જોતામાં કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ.

બનાવની જાણ થતા સેંકડો લોકો ઉમટી પડયા હતા.બસ ચાલક અને ક્લીનર ફરાર થવાની ફીરાકમાં હતા પણ તે પહેલા જ લોકોએ તેમને ઝડપી પાડીને મેથીપાક ચખાડયો હતો.એ પછી આ વિસ્તારમાં સેંકડો બાળકોને સાયકલ સાથે ભેગા કરનાર સ્કૂલ સંચાલકો પર લોકોએ ગુસ્સો ઉતાર્યો હતો.લોકોએ પ્રિન્સિપાલને માર્યા હતા અને સ્કૂલમાં તોડફોડ કરી હતી. 

દરમિયાન હેત ચૌહાણના પિતાને બે કલાક બાદ આખી ઘટનાની જાણ થઈ હતી.તેઓ રસ્તા પર જ પોતાના માસૂમ દિકરાનો મૃતદેહ જોઈને ભાંગી પડયા હતા.તેમના કલ્પાંતે સેકડો લોકોની આખો ભીની કરી નાંખી હતી.દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૃ કરીને વિદ્યાર્થીના મૃતહેદને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

અંબે સ્કૂલના વિદ્યાર્થીના મોતની ઘટનાએ શાળા સંચાલકોની દાનત અને વલણ સામે સવાલો  ઉભા કર્યા છે.સાયક્લેથોનના કાર્યક્રમ માટે પોલીસની પરવાનગી લેવામાં આવી હતી કે કેમ તે એક મોટો સવાલ છે.કારણકે એક સાથે સ્કૂલ પાસે સાયકલ લઈને સેંકડો વિદ્યાર્થીઓ ભેગા થતા તેમની સલામતી જોખમાય તે સ્વાભાવિક છે.શાળા સંચાલકોને પણ ખબર છે કે આ રોડ પર વિદ્યાર્થીઓને અને વાહનચાલકોને અકસ્માત નડેલા છે છતા ત્યાંથી જ સાયક્લેથોનનુ આયોજન કર્યુ હતુ. 

બીજી તરફ શરુઆતમાં તો સંચાલકોએ આ વિદ્યાર્થી સ્કૂલનો છે જ નહી તેવુ કહીને આખી ઘટનાને દાબી દેવાનો પ્રયાસ ક્રયો હતો.એટલુ જ નહી વિદ્યાર્થીનુ આઈ કાર્ડ સંતાડવાના પ્રયાસો થયા હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે. બીજી તરફ આ ઘટનાના પગલે અમીતનગર રોડ પર ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

(2:33 pm IST)