Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

વડાપ્રધાનના પકોડાનો મીશનનો વિરોધ:

દમણમાં કોંગી કાર્યકરોઅે પરોડા વેચ્‍યા : દમણ દીવ કોંગ્રેસ પ્રધાનમંત્રી પકોડા ઉજવલ ભવિષ્ય રોજગાર યોજના" મોદી પકોડા" ના નામે બેનર મારવામાં આવ્યું હતું

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે PM Modi ના આગમન પ્રસંગે દમણ કોંગ્રેસે પકોડા તળીને તેમનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. દમણ કોંગ્રેસના કાર્યકરોએ લારી પર મોદી પકોડા લખીને બોર્ડ માર્યું હતું. જેમાં દમણ દીવ કોંગ્રેસ પ્રધાનમંત્રી પકોડા ઉજવલ ભવિષ્ય રોજગાર યોજના" મોદી પકોડા" ના નામે બેનર મારવામાં આવ્યું હતું.આ લારી પર કાર્યકરોએ પકોડા તળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.તેમજ કાળા વાવટા પણ ફરકાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ આજે દીવ દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને માછીમારો માટે ઝીરો વેટ ડયૂટી કરવાની જાહેરાત કરી હતી.પીએમ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગેસ પાઇપલાઇન, ઇલેક્ટ્રિક સબસ્ટેશન નગરપાલિકા બજારના ખાતમુહૂર્ત કરાયાં હતાં. હેલિકોપ્ટર સેવા અને ઓડિશા-અમદાવાદ વચ્ચે વિમાન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. દિવ્યાંગોને વ્હીલચેર વિતરણ મહિલાઓને ઇ-રિક્ષા અને સ્કૂટી વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દમણમાં સ્વચ્છ ભારત મિશનની સફળતાના લીધે પર્યટનનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.

દમણ અને દીવ વચ્ચે શરુ થનારી હેલિકોપ્ટર સેવાના ઉદઘાટન ઉપરાંત પીએમ મોદી રુપિયા 1000 કરોડના વિવિધ ૩૧ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાવવાના છે. પીએમ આ સાથે સરકારી યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમમાં પણ હાજર રહેવાના છે.દમણમાં વડાપ્રધાન મોદીના આગમનની પૂર્વ સંધ્યાએ દમણને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ હતું. દમણના મુખ્ય રસ્તાઓ તેમજ નાની અને મોટી દમણને જોડતા બ્રિજને રોશનીથી શણગારવામાં આવ્યા હતા.

(3:24 pm IST)