Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સુરત: આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી રન ફોર ન્‍યુ ઇન્‍ડિયા મેરેથોનને પ્રસથાન કરાવશે: શહેરને રોશનીથી સજાવાયું

સુરત: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સુરતના મહેમાન બન્‍યા છે. કાલે રવિવારે રનફોર ન્‍યુ ઇનડીયા મેરેથોનનું આયોજન કરાયું છે  શહેરને રોશનીથી સણગારાયું છેઃ  વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ આ કાર્યક્રમને પ્રસ્‍થાન કરાવશે

અહીંના કારગિલ સર્કલને લાઇટિંગથી શણગારવામાં આવ્યુ છે અને સર્કલ પર રન ફોર ન્યુ ઈન્ડિયાના બેનરો લગાવી હોવામાં આવેલ છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇઅે  આજે  શનિવારે  દમણમાં એક હજાર કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે માછીમારો માટે અનેક સહાયની જાહેરાત કરી હતી.

પીએમએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગેસ પાઇપ લાઇન, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન અને નગરપાલકા બજારની આધારશિલા પણ રાખી હતી. ત્યારબાદ પીએમ મોદી સુરતથી ચેન્નઇ જવા રવાના થયા હતા. જ્યાંથી આવતીકાલે ફરીથી પીએમ મોદી ગુજરાત આવશે. સુરતમાં રન ફોર ન્યુ ઇન્ડિયા મેરથોનનું પ્રસ્થાન કરાવશે.

(1:13 pm IST)