Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ડીસામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ 300ની લાંચ લેતા ઝડપાઇ : પાસપોર્ટ વેરિફિકેશન માટે ફરિયાદી પાસે 500ની માંગણી કરી હતી :એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધી

 

ડીસા :મોડી સાંજે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાંથી એક મહીલા પોલીસ કોન્સ્ટેબલ ૩૦૦ રૃપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા જાણવા મળતી વિગત મુજબ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં પાસપોર્ટ વેરીફીકેશન ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી દક્ષાબેન મફતલાલ જોશી નામની મહીલા કોન્સ્ટેબલ દ્વારા પાસપોર્ટ વેરીફીકેશનાં કોઈ કવેરી ના નીકળવાન ફરીયાદી પાસેથી પ૦૦ રૃપીયાની લાંચની માંગણી કરી હતી. માંગણી બાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ કરતા ભુજ બોર્ડર એકના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનથી પાલનપુર એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઈન્સપેક્ટર કે.જે. પટેલે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ગોઠવેલ છટકામાં ફરીયાદીએ મહીલા પોલીસ કોન્સટેબલ દ્વારા કરવામાં આવેલી પ૦૦ રૃપીયાની લાંચ પેટે ૩૦૦ રૃપીયા રોકડા આપવા જતા મહીલા કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગઈ હતી

 

   એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સમગ્ર ઓપરેશનનું વીડીયો રેકોર્ડીંગ પણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બનતા સમગ્ર ડીસા શહેર તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ચકચાર મચી ગઈ છે. અને આરોપી મહીલા કોન્સટેબલ દક્ષા જોશી સામે ધારાધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:36 pm IST)