Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

છાપી નજીક પોલીસ જીપની વચ્‍ચે ગાય આવતા તેને બચાવવા જતા પોલીસની જીપ પલ્‍ટી ખાઇ ગઇ : ત્રણ પોલીસ કર્મીને ઇજા

બનાસકાંઠા : અહીંના વડગામ તાલુકાના છાપી પાસેના હાઇવે ઉપર અેક પોલીસ જીપ પલટી ખાઇ જતા ત્રણ પોલીસ કર્મીને ઇજા થયાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ હાઈવે ઉપર ધારેવાડાથી પરત આવતી પોલીસની જીપ વચ્ચે અચાનક ગાય આવી જતાં ગાયને બચાવવાના પ્રયાસમાં પોલીસની જીપ પલટી ખાઈ ગઈ હતી. જો કે અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાસકાંઠા થઈ પસાર થવાના હોઈ તેઓના પાઈલટિંગ કરવા માટે પાલનપુરથી પોલીસ વાન ધારેવાડા બોર્ડર ઉપર ગઈ હતી જોકે ચીફ જસ્ટિસનો કાર્યક્રમ અચાનક રદ થયો હતો જેથી પોલીસની પાઈલટિંગ ગાડી પરત પાલનપુર જતાં તેનીવાડા હાઈવે ઉપર અચાનક ગાય વચ્ચે આવતાં ગાયને બચાવવા જતાં જીપ પલટી ખાઈ ગઈ હતી.

ફરજ પરના એ.એસ.આઈ. સીકંદરખાન પો.કો.સુનીલકુમાર તેમજ સજ્જનસિંહને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં છાપી પી.એસ.આઈ. એમ.એમ.દેસાઈ અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને અન્ય સરકારી જીપમાં સારવાર અર્થે પાલનપુર રવાના કર્યા હતાં.

(12:35 pm IST)