Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

તેજગઢ ગામે લાંચના ગુનામાં પકડાયેલો આરોપી રિમાન્ડ પર: ૩૦ હજારની લાંચ લેતા અતાઉલ્લાખાન મકરાણી પકડાયો હતો

છોટાઉદેપુર : છોટાઉદેપુર પાસે આવેલ તેજગઢ પાસે ઝોઝ જવાના રસ્તે પાવીજેતપુર તરફથી રીતે ભરેલ ડમ્પર પસાર થતું હતું. તેને રોકવામાં આવ્યું હતું અને કાગળો રોયલ્ટી અંગે તપાસ કર્યા પછી બે પોલીસ કર્મચારીઓ ડમ્પર છોટાઉદેપુર પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં.

જેથી ડ્રાઇવરે ફરિયાદીનો સંપર્ક કરતાં તેઓએ જણાવેલ કે જ્યાં રેતી ભરાવી એ વ્યક્તિનો સંપર્ક કર સ્થાનિક પોલીસ સાથે તેને સંબંધ હશે તેમ જણાવ્યું હતું. રેતી ભરી આવનાર અતાઉલ્લા રહેમાન મકરાણીનો સંપર્ક કર્યો તો તેવુ જણાવ્યું કે રૂ. ૭૫ હજાર પોલીસને વ્યવહાર કરવા પડશે એમાં ઓછા વત્તા કરતાં રૂ.૪૦ હજાર આપવાની વાત થઇ હતી.

આ અંગે ફરિયાદીએ તા.૨૧ના એસીબીનો ફોન ઉપર સંપર્ક કર્યો અને તમામ ઘટના અંગેની જાણ કરી અને તા.૨૨ના રોજ લાંચ આપવાનું નક્કી કરાયું અને રૂ. ૩૦ હજારની લાંચ લેતા અતાઉલ્લાખાન મકરાણી પકડાઇ ગયો હતો.

આ અંગે અતાઉલ્લા ખાનની પોલીસે અટકાયત કરી હતી અને તપાસનો દૌર શરૂ કર્યો હતો પરંતુ તેમાં એસીબીને યોગ્ય વિગતો નહીં મળતા તા.૨૩ના કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા પાંચ દિવસનો રિમાન્ડ આપવામાં આવ્યો છે.

આ અંગેની તપાસ ગોધરા એસીબી પીઆઇને સોંપવામાં આવી છે ત્યાં પૂછપરછ કરતાં આરોપી કોઇ વિગત જણાવતો નથી તેમ કહેવામાં આવ્યું હતું. આમ આરોપીના પોલીસ દ્વારા સધન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

(11:45 am IST)