Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

SG હાઈ-વે કેશવાન ૯૮ લાખ લૂંટ કેસ ઉકેલવા પોલીસના હવાતિયાં

એસજી હાઈ-વે કેશવાન ૯૮ લાખની લૂંટમાં સાથીદારની મદદથી માત્ર ત્રણ મિનિટમાં જ કેશવાનના ડ્રાઈવરે ઘટનાને અંજામ આપ્યો હતો

અમદાવાદ:  એસજી હાઈ-વે કેશવાન ૯૮ લાખની લૂંટમાં સાથીદારની મદદથી માત્ર ત્રણ મિનિટમાં જ કેશવાનના ડ્રાઈવરે ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી સુધીર બધેલે ચોરીની ઘટનાને અંજામ આપવા એકથી વધુ લોકોની મદદ લીધી હોય તેવો અંદાજ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે લગાવ્યો છે. જો કે, ઘટનાની જાહેરાત થઈ ત્યારથી દોડતી થયેલી પોલીસ હજુપણ કેસ ઉકેલવા હવાતિયા મારી રહી છે.

૧૦ એટીએમમાં કેશ લોડ કર્યા બાદ બોડકદેવ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં એચડીએફસી એટીએમ ખાતે સીએમએસ ઈન્ફોની ટીમ પહોંચી ત્યારે ડ્રાઈવર સુધીર બધેલે નજીકમાંથી ચા લઈ આવી તેમાં કેફી પદાર્થ ભેળવી દીધો હતો. કસ્ટોડિયન ધવલ પાનવાલા, સિદ્ધાંત ચાવડા અને ગનમેન જિતેશ તોમરના જણાવ્યાનુસાર તેમણે જયારે ચા પીધી તે વખતે કડવાશ લાગી હતી, પરંતુ ચા કડક બની હોય તેવું માની લીધું હતું. સુધીરને ચા પીવાનું કહેતા તેણે તમાકુ ખાવાનું બહાનુ કરી ચા પીવાની ટાળી હતી અને ગનમેનને વધુ ચા પીવડાવી હતી. લગભગ સાડા સાતેક વાગે ચા પીધા બાદ કેશવાન રાજપથ કલબ પાસે આવી ત્યારે ગનમેન ર્સિવસ રોડ ઉપર ઢળી પડયો હતો અને બંને કસ્ટોડિયન એટીએમમાં ૬ લાખ કેશ લોડ કર્યા બાદ બેહોશ થઈ જતા સુધીર તેના સાગરિતની મદદથી ૯૮.૧૦ લાખ ભરેલો ટ્રંક લઈને બાઈક પર પલાયન થઈ ગયો હતો.

(11:40 am IST)