Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સને ૨૦૧૦ માં એનડીપીસના ગુનામાં પકડાયેલ અને ૧૪ વર્ષની સજા પામેલ પાકા કામના પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ : સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમીશનર શ્રી એસ..જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફર્લો જમ્પ થયેલ આરોપીને પકડવા આપેલ સુચના મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી એન.એન.રબારી તથા પોસઇ શ્રી જે.કે.રાઠોડ તથા પોસઇ શ્રી એ.વી.શીયાળીયા નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન પો.કો.જાહીદખાન મુનસફખાન તથા પો.કો.ચેતનકુમાર રામુભાઇ નાઓની સંયુકત બાતમી હકીકત આધારે વેજલપુર એ.પી.એમ.સી. બસ સ્ટેન્ડ આગળ આગળથી પાકા કામના કેદી નં.ડ/૧૩૯૬૦ મહમદજાવીર અહેમદમુલ્લાબક્ષ શેખ રહે, એચ/૨૦૮, સંકલિતનગર જુહાપુરા અમદાવાદ શહેર વાળાને ઝડપી લેવામાં આવેલ. સદરી ઇસમની પુછપરછ કરતાં સને ૨૦૧૦ માં ૨૬ કીલો ચરસનાના ગુનામાં એનસીબીમાં પકડાયેલ અને આ ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયેલ અને આ ગુનામાં ૧૪ વર્ષની સજા થયેલ અને તા.૧૨/૦૧/૨૦૧૮ ના રોજ દિન-૭ ની પેરોલ રજા મેળવેલ જે પેરોલ રજા પુરી થયા બાદ તા.૨૦/૦૧/૨૦૧૮ ના રોજ જેલમાં હાજર નહી થઇ પેરોલ રજા ઉપરથી જમ્પ કરી નાસતો ફરતો હતો ની હકીકત જણાવેલ. જેથી સદરી આરોપીને આજરોજ તા.૨૪/૦૨/૨૦૧૮ ના રોજ હસ્તગત કરી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે

(11:38 am IST)