Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ગાંધીનગર: BJP કાર્યાલય કમલમમાં પાલામેન્‍ટ્રી બોર્ડની બેઠક નગર પાલિકાના નામો અંગે મહત્‍વની ચર્ચા સંપન્‍ન : અપક્ષોઅે કબજે કરેલ પાલીકા સર કરવા અંગે પણ ચર્ચા

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રદેશ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં  પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાલામેન્‍ટ્રી બોર્ડની બેઠક યોજાઇ ગઇ જેમાં નગર પાલિકાના પ્રમુખોના નામો અંગે  તથા અપક્ષ દ્વારા જે જે નગર પાલીકા ઉપર કબજો છે. તેને સર કરવા અંગે પણ ચર્ચા થયાનું જાણવા મળે છે. પ્રમુખના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બેઠકમાં પ્રમુખના નામના મેન્ડેટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ ભાજપ દ્વારા બળવાની બીકે નામો જાહેર કરવામાં નહિં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. વખતની ચૂંટણીમાં ભાજપે 47 નગરપાલિકા પર જીત મેળવી છે. ગત વખતની જેમ વખતે પણ ભાજપ દ્વારા 47 સિવાયની કેટલીક પાલિકાઓ હાંસલ કરવા જોડતોડ શરૂ કરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાજપ દ્વારા કેટલીક પાલિકાઓ પર કબજો મેળવવા અપક્ષ અને અમુક કોંગ્રેસના ઉમેદવારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેવી માહિતી મળી છે.

(11:02 am IST)