Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

પોલીસની કામગીરીમાં સતત વધારો : ડયુટી બંદોબસ્‍તમાં કલાકોની ડયુટી: સ્‍ટાફની અછત: સ્‍વાસ્‍થ્‍ય ઉપર પણ અસર

પોલીસની કામગીરીમાં સતત વધારો : ડયુટી બંદોબસ્‍તમાં કલાકોની ડયુટી: સ્‍ટાફની અછત: સ્‍વાસ્‍થ્‍ય ઉપર પણ અસર

ગાંધીનગર: રાજયમાં પોલીસની કામગીરી સતત વધતી જોવા મળી રહી છે. તેમાં સ્‍ટાફની અછતને લીધે પોલીસને સતત બંદોબસ્‍તમાં કે સતત ડયુટીમાં રહેવું પડી રહ્યું છે. પરીણામે અનેક પોલીસ કર્મચારીઓના સ્‍વાસ્‍થ્‍ય ઉપર અસર થતી જોવા મળી રહી છે.

પોલીસ માટે તો કોઈ તહેવાર જેવુ હોય છે કે તો કોઈ રજા જેવુ. જ્યારે પણ જુઓ ત્યારે તેમને ડ્યુટી અને બંદોબસ્તમાં જોતરાયેલુ રહેવુ પડે છે. ત્યારે કલાકોના કલાકો સુધી ઓવરટાઈઆમ કરતા પોલીસ કર્મચારી માટે કંઈક અલગથી વિચારવાનો સમય આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યમાં અનેક મહાનગર છે. જેમાં છાશવારે પોલીસને બંદોબસ્તમાં ગોઠવાઈ જવુ પડે છે.

પોલીસને કે પોલીટીકલ ઇવેન્‍ટ  પબ્લિક ઈવેન્ટ તેમણે ખડે પગે રહેવુ પડે છે. એટલી હદે બંદોબસ્ત આવે છે કે પોલીસ સ્ટેશનનો અડધો સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત રહે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જાય છે અને પોલીસને કલાકોની કલાકો ફરજ બજાવવી પડે છે. જેને લઈને અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં બંદોબસ્ત માટે અલગ માળખુ તૈયાર કરવામાં આવે તો ચોક્કસ બંદોબસ્ત કરનાર પોલીસને કયા પોઈન્ટ વધારે સાચવવા જેવા છે અને કેટલા પ્રમાણમાં બંદોબસ્ત ફાળવવો તેનો પણ અંદાજ રહે.

રાજયના  પોલીસ ડીપાર્ટમેન્‍ટમાં  સ્ટાફની અછત છે એમાં પણ કેટલાક પોલીસ જવાન કે અધિકારીઓ બંદોબસ્તમાં વ્યસ્ત રહે છે. જેના કારણે સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલિંગ થઈ શક્તુ નથી. ચોરીના બનાવોને રોકવામાં પૂર્ણ સફળતા મળતી નથી. તો અરજી કે ફરીયાદની તપાસ પણ પૂર્ણ થઈ શક્તિ નથી. જેને લઈને પોલીસ અને પબ્લિક વચ્ચે અવાર નવાર ઘર્ષણની ઘટના પણ ઘણી વખત બનતી હોય છે.

પોલીસને ઓવરટાઈમ કરવો પડે છે તો સ્વાસ્થ્ય સાથે આડકતરી રીતે ચેડા થાય છે અને આવા હેતુસર ગાંધીનગરમાં બે એસપી રાખવા માટે માંગ કરવામાં આવી છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે કે ગાંધીનગર માટે બે એસપીની ફાળવણી કરવી કે કેમ, જો રીતે બંદોબસ્ત માટે અલગથી માળખુ તૈયાર કરવામાં આવે તો પોલીસની કામગીરી સરળ થતી જાય અને પ્રજાના કાર્યોમાં પોલસ સમયસર ન્‍યાય આપી શકે.

(1:43 am IST)
  • મેઘાલયમાં ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ :મંગળવારે મતદાન :3જી માર્ચે મતગણતરી :ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો :60 પૈકી 59 બેઠકો માટે થશે મતદાન :ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ access_time 11:27 pm IST

  • બોમ્બે હાઈકોર્ટે કથિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલા સંબંધિત એક યાચિકાને નવી ખંડપીઠને સૌપી દીધી છે. કથીત નકલી એન્કાઉન્ટર્સના આ કેસમાં ભારતીય પોલીસ સર્વિસ (આઇપીએસ) ના કેટલાક અધિકારીઓને મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજીને કોર્ટની નવી બેન્ચને સૌપવામાં આવી છે. આ માહિતી હાઇકોર્ટની વેબસાઇટ પર શનિવારે સાંજે આપવામાં આવી હતી. access_time 2:28 pm IST

  • ચીને બનાવ્યું હાયપરસોનિક જેટ વિમાન : કલાકના ૬ હજાર કિ.મી.ની ઝડપે ઉડશે : માત્ર ર કલાકમાં ન્યુયોર્ક પહોંચાડી દેશે access_time 11:53 am IST