Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

આણંદના રામનગરમાં નિઃશુલ્‍ક નિદાન કેમ્પ યોજાયોઃ ૨૦ દર્દીઓના મોતિયાના ઓપરેશન

આણંદઃ આરોગ્ય વિષયને ધ્યાનમાં લઈને રામનગર ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ગ્રામ પંચાયતના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.

મેગા કેમ્પમાં ચિખોદરા આઈ. હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા લગભગ ૧૨૫ આંખના દર્દીઓ, ૨૦ જેટલા મોતીયાના ઓપરેશનના દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રીફર કર્યા તથા લગભગ ૨૦ દર્દીઓને ડાયાબીટીસ ચેક્અપ અને તે અંગેની જાગૃતતા ફેલાવી. સરદાર લાયન્સ ક્લબ આણંદના સેક્રેટરી ડો. ઝરનાબેન પુરોહિત દ્વારા દાંતના લગભગ ૫૦ દર્દીઓની તપાસ તથા રાહતદરે ટ્રીટમેન્ટ માટે રીફર કર્યા. ગ્રામપંચાયત-રામનગરના સરપંચ ગીતાબેન અને ડે. સરપંચ નટુભાઈ તથા ભાવનાબેન તંબોલી તથા સ્ટાફગણ દ્વારા પ્રચાર-પ્રસાર સાથે આયોજન કર્યું હતું. લીંક ફાઉન્ડેશન ટીમના સભ્યો દ્વારા ગ્રામજનોને રોગ મુક્ત થતાં જાગૃત કર્યા. અંતમાં અરવિંદભાઈ સુકલ (રીટા પ્રિન્સિપાલ) દ્વારા આભારવિધિ કરી હતી.

(6:18 pm IST)